Home /News /madhya-gujarat /

LRD પેપર લીક: કોંગ્રેસ MLA સુરેશ પટેલનાં બંગલામાં રહેતી હતી આરોપી રૂપલ શર્મા

LRD પેપર લીક: કોંગ્રેસ MLA સુરેશ પટેલનાં બંગલામાં રહેતી હતી આરોપી રૂપલ શર્મા

સુરેશ પટેલ, ધારા સભ્ય કોંગ્રેસ

આ જે લોક રક્ષક પેપર કૌભાંડ થયુ છે તે થવું જોઇતુ ન હતું. મને આ વાતની જાણ થઇ છે એટલે હું તુંરત જ તેને નોટિસ આપીને મારુ ઘર ખાલી કરાવી દઇશ.

    હિતેન્દ્ર બારોટ, ન્યુઝ18 ગાંધીનગર

    ગાંધીનગર: લોકરક્ષક પેપર લીક મામલામાં નવો જ મુદ્દો બહાર આવ્યો છે. પેપર લીકના ગુનાની આરોપી રૂપલ શર્મા જે ઘરમાં રહેતી હતી તે કોંગ્રેસનાં ધારા સભ્ય સુરેશ પટેલનું હતું. આ મામલે જ્યારે ન્યૂઝ 18નાં સંવાદાતા  હિતેન્દ્ર બારોટ સુરેશ પટેલનો સંપર્ક સાધ્યો તો સુરેશ પટેલે સ્પષ્ટ કહ્યું કે, તેમને આ ઘર રામસિંહ નામનાં વ્યક્તિને ભાડે આપ્યુ હતું. સુરેશ પટેલનું કહેવું છે કે મે આ ઘર માટે ભાડા કરાર રામસિંહ નામની વ્યક્તિને કર્યો હતો.

    અને તેમણે ઘર રામ સિંહ નામના વ્યક્તિને આપ્યુ હતું. પણ રામસિંહ નામનાં વ્યક્તિએ આ ઘર રૂપલ શર્માને ભાડે આપ્યુ હતું જેથી રૂપલ આ ઘરની પેટા ભાડુંઆત થઇ હતી. ધારાસભ્ય સુરેશ પટેલે કહ્યું કે, મને આ ઘર પેટા ભાડે
    હોય તેવી કોઇ જ માહિતી ન હતી. આ ઘર મે રામસિંહને ભાડે આપ્યુ હતું અને હવે હું ભાડુઆત રામસિંહને નોટિસ આપીને મારું ઘર ખાલી કરાવી દઇશ. મારે આ ઘરમાં આવવા જવાનું ન થવાને કારણે મને આ ઘર પેટા ભાડે આપ્યુ
    હોય તે અંગે પણ માહિતી ન હતી.
    મે ફેબ્રુઆરી મહિનામાં ભાડાં કરાર કર્યો હતો. આ ભાડાં કરાર 11 મહિના પહેલાં કર્યો હતો. આ પહેલાંથી તેઓ રહે છે. તેમને આ ઘર મે દોઢ વર્ષથી ભાડે આપ્યુ છે. આ ઘરમાં તેઓ પાંચ દસ હોસ્ટેલનાં છોકરાઓ રાખવાની વાત થઇ હતી. જેનાંથી મને વાંધો ન હતો. પણ મને ખબર ન હતી કે મારા ઘરનો આવા ખોટા કામ માટે ઉપયોગ થશે.

    મારા માતે આ જે ઘટના બની છે તે નંદનીય છે. જે પેપર કૌભાંડ થયુ છે તે થવું જોઇતુ ન હતું. મને આ વાતની જાણ થઇ છે એટલે હું તુંરત જ તેને નોટિસ આપીને મારુ ઘર ખાલી કરાવી દઇશ.



    ભાડાં કરારમાં છે ખોટુ નામ
    આ મહિલાનું નામ મીડિયામાં રૂપલ શર્મા નામે બહાર આવ્યું છે. પણ પેટા ભાડુઆત તરીકે કરારમાં આ મહિલાનું નામ પદ્માવતી બેન શશીપાલ શર્મા છે આ મહિલાનો ફોટો અને પાનકાર્ડ તમામ ડોક્યુમેન્ટ્સ પણ આપેલા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Congress MLA, Paper leak accused, Suresh patel, Tenant Rupal Sharma

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन