માંડલ દલિત યુવકની હત્યાનો મુદ્દો લોકસભામાં ઉછળ્યો, મેવાણી વિધાનસભા ગજવશે

News18 Gujarati
Updated: July 10, 2019, 10:49 AM IST
માંડલ દલિત યુવકની હત્યાનો મુદ્દો લોકસભામાં ઉછળ્યો, મેવાણી વિધાનસભા ગજવશે
માંડલ ગામે રહેંસી નંખાયેલા દલિત યુવક હરેશ સોલંકીની ફાઇલ તસવીર

ગઈકાલે અમદાવાદના માંડલમાં પછાત જાતિના યુવકની કરપીણ હત્યા થઈ હતી. આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુવકને સાસરિયા પક્ષના લોકોએ બોલાવી રહેંસી નાંખ્યો હતો.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : અમદાવાદના માંડલમાં ગઈકાલે પછાત જાતિના યુવકને સાસરિયાઓએ અભયમની ટીમની હાજરીમાં રહેસી નાંખ્યો હતો. યુવકની હત્યાનું કારણ આંતરજ્ઞાતિય લગ્ન હતું. આ મામલે પોલીસે 8 લોકો સામે એફઆઈર કરી છે ત્યારે વડગામના અપક્ષ ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણી વિધાનસભાના ગૃહમાં પછાત જાતિના યુવકની મોતનો મુદ્દો ઉઠાવશે. દરમિયાન કોંગ્રેસના સાંસદ કે.સુરેશ લોકસભાના સ્પીકર પાસે આ મુદ્દે ચર્ચાની માંગણી કરી છે. પ્રેમ લગ્ન કરનાર યુવકની હત્યાનો મુદ્દે રાષ્ટ્રીય સ્તરે ગુંજ્યો છે.

મેવાણી સામાજિક ન્યાય વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરશે. જીગ્નેશ મેવાણીએ જાહેરાત કરી છે કે તેઓ ગૃહની પ્રશ્નોતરીમાં આ મુદ્દો ઉઠાવશે. પોતાના લગ્નનું સર્ટિફિકેટ લઈને પત્નીને તેડવા ગયો હતો અને તેની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મુદ્દે જીગ્નેશ મેવાણી ગુજરાત વિધાનસભાના સચિવને નોટિસ આપી અને ચર્ચાની માંગણી કરી છે. અધ્યક્ષ આ મુદ્દે મંજૂરી આપે બાદમાં ચર્ચા થઈ શકશે.

આ પણ વાંચો : રાજકોટ : તબીબ-બ્યુટિશિયન પરિણીતાએ આપઘાત કર્યો, કારણ અકબંધ

ઘટના શું હતી ?
અમદાવાદ જિલ્લાનાં માંડલનાં વરમોર ગામમાં એક દલિત યુવાનની હત્યા કરવામાં આવી છે. ગાંધીધામનાં રહેવાસી હરેશ યશવંતભાઇ સોલંકીએ વરમોર ગામમાં રહેતી યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યાં હતાં. યુવતીનાં માતાપિતા તેને ખુશીથી ગાંધીધામથી વણમોર રહેવા માટે લઇ ગયા હતાં. જે બાદ આ યુવકને પણ ત્યાં બોલાવીને તીક્ષ્ણ હથિયારોથી માર મારીને હત્યા કરી દીધી છે.આ પણ વાંચો :  મેનચેસ્ટરમાં આજે પણ આ સમયે પડશે વરસાદ, જાણો કેવું રહેશે હવામાન

આ મામલે મળતી માહિતી પ્રમાણે હરેશ સોલંકીએ વરમોર ગામે રહેતી ઉર્મીલાબેન ઝાલા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. બે મહિના પહેલા યુવતીનાં માતાપિતા યુવકનાં ઘરેથી યુવતીને લઇ ગયા હતા અને યુવકને પણ ત્યાં બોલાવ્યો હતો. આ યુવતીને બે મહિનાનો ગર્ભ પણ છે. યુવકે વરમોર જતા પહેલા અભ્યમમાં જાણ કરીને તેમની ટીમને પણ સસરાને ઘરે સમજાવવા માટે બોલાવ્યાં હતાં. જે બાદ અભ્યમની ટીમ યુવતીનાં ઘરે સમજાવવા માટે ગયા હતાં. જ્યારે યુવકને વાનની અંદર બેસવાનું કહ્યું હતું.

આ પણ વાંચો :  ગોંડલ : અજાણ્યા યુવક-યુવતીની ગળેફાંસો ખાધેલી લાશ મળી આવી

ઘરે યુવતીનાં પરિવારને સમજાવીને અભ્યમની ટીમ બહાર આવી ત્યારે ત્યાં એક ટોળું હાથમાં ધારિયા, તલવાર, છરી અને લાકડીઓ લઇને આવી હતી. આ ટોળાએ અભ્યમની વાન અને યુવક પર હુમલો કર્યો હતો. જેમાં યુવકની હત્યા કરવામાં આવી હતી.


 
First published: July 10, 2019, 9:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading