કોંગી ધારાસભ્યોની અપીલ : 'તમારા પ્રશ્નો વૉટ્સએપ પર મોકલો, અમે વિધાનસભામાં ઉઠાવીશું'

News18 Gujarati
Updated: January 21, 2020, 6:42 PM IST
કોંગી ધારાસભ્યોની અપીલ : 'તમારા પ્રશ્નો વૉટ્સએપ પર મોકલો, અમે વિધાનસભામાં ઉઠાવીશું'
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વીક મકવાણીની ફાઇલ તસવીર

છેલ્લા બે વિધાનસભા સત્ર થી કોંગ્રેસના ધારાસભ્યો એક વિશેષ પ્રયોગ કરી રહ્યા છે, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પહેલ કરી

  • Share this:
ગાંધીનગર : સામાન્ય રીતે કોઈપણ વિધાનસભા સત્રમાં જે તે વિસ્તારના ધારાસભ્યો તેમના વિસ્તારના મુખ્ય પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે અને એ માટે ઉંડો અભ્યાસ ને સંશોધન કરતા હોય છે. જોકે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ગત સત્રથી હવે જાતે પ્રશ્નો નહીં શોધવાને બદલે સામાન્ય જનતા પાસેથી પ્રશ્નો મંગાવવાની શરૂઆત કરી છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના વિસ્તારની પ્રજાને આહવાન કર્યું છે કે તમને મૂંઝવતી સમસ્યાઓ અમને મોકલો પ્રશ્નો અમને મોકલો અમે તમારા પ્રશ્નની સીધી રજૂઆત ગૃહમાં કરીશું. કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને ડોક્ટર કિરીટ પટેલ અને હાલ આ મુદ્દે સોશિયલ મીડિયા પર સક્રિય થયા છે.

બજેટ સત્ર માટે પહેલ કરી

ઉલ્લેખનીય છે કે આગામી ૨૪મી ફેબ્રુઆરી થી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે સત્ર પહેલાં જ તારંકિત અથવા અતારાકીંત પ્રશ્નોત્તરીમાં તેમના વિસ્તારના સવાલો પૂછવા માટે હાલ આ ધારાસભ્યોએ પોતાના વિસ્તારના લોકો પાસેથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશ્નો મંગાવવાની શરૂઆત કરી છે.

ધારાસભ્ય ઋત્વીક મકવાણાએ શેર કરેલી ફેસબૂક પોસ્ટ


આ પણ વાંચો :  મોડાસા : યુવતીના હત્યા કેસમાં મોટો ખુલાસો, આરોપી બિમલે પીડિતાને 13 દિવસમાં 214 ફોન કર્યા હતાઆ પ્રકારે પ્રશ્નો મંગાવીને ધારાસભ્યો એક કાંકરે બે પક્ષી મરી રહ્યા છે

એક તો સામાન્ય જનતાના પ્રશ્નોને રજૂ કરી તેઓ તેમના તેમના વિસ્તારની પ્રજાની ચાહના મેળવી રહ્યા છે તો સાથે સાથે ગ્રાઉન્ડ લેવલના સમાજ ને સ્પર્શતા સવાલો જાતે શોધવાની કડાકૂટમાંથી મુક્તિ પણ મેળવી રહ્યા છે. આમ આ પ્રકારે પ્રશ્નો મંગાવીને ધારાસભ્યો એક કાંકરે બે પક્ષી મરી રહ્યા છે.

કિરીટ પટેલે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ


આ પણ વાંચો : ખેડબ્રહ્મા : આગંડિયા પેઢીના કર્મચારી પર ધોળાદિવસે ફાયરિંગ, ઘટનાસ્થળે જ મોત 

 

ધારાસભ્યની અડધી મહેનત ઓછી થઈ જાય છે

ઉલ્લેખનીય છે કે જ્યારે પણ ગ્રુહમા કોઈપણ પ્રશ્નોની અથવા તો સમસ્યાઓની રજૂઆત કરવાની હોય ત્યારે આ મુદ્દે સંશોધન અને અભ્યાસ માંગી લે છે. પરંતુ સામાન્ય પ્રજા પર થી ડાયરેક્ટ સવાલો મંગાવી લેવાથી ધારાસભ્યની અડધી મહેનત ઓછી થઈ જાય છે , ઉપરાંત લોકચાહના મળે છે તે તેમના ફાયદામાં રહે છે .હાલ તો કોંગ્રેસના ધારાસભ્યોએ એક કાંકરે બે પક્ષી મારવા નું કામ શરૂ કર્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પાસે ગૃહમાં રજૂ કરવા માટે સવાલોની પૃચ્છા કરી છે.
First published: January 21, 2020
વધુ વાંચો
अगली ख़बर