Home /News /madhya-gujarat /

Cattle Control Act: માલધારી રસ્તા પર આવતા સરકાર ઝૂકી? જાણો ધારાસભ્ય લાખા ભરવાડે શુ કહ્યું?

Cattle Control Act: માલધારી રસ્તા પર આવતા સરકાર ઝૂકી? જાણો ધારાસભ્ય લાખા ભરવાડે શુ કહ્યું?

કોંગ્રેસ ધારાસભ્ય લાખા ભરવાડ ફાઈલ તસવીર

Gujarat Maldhari protest : વિરોધમાં પશુપાલકો (Pastoralists) રસ્તા પર ઉતર્યા હતા. એ વિધેયક આખરે સરકાર (Government) દ્વારા મોકૂફ રાખવામાં આવતા માલધારીઓની સરકાર સામે જીત થઈ છે તે નક્કી.

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસથી માલધારીઓ (Maldhari) જે વિધેયકનો વિરોધ કરી રહ્યા હતા. જેના વિરોધમાં પશુપાલકો (Pastoralists) રસ્તા પર ઉતર્યા હતા. એ વિધેયક આખરે સરકાર (Government) દ્વારા મોકૂફ રાખવામાં આવતા માલધારીઓની સરકાર સામે જીત થઈ છે તે નક્કી. પરંતુ હવે આ વિધેયકને (Act) મોકૂફ નહિ પણ રદ કરવાની માંગ ઉઠી છે. આ માંગ કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડએ (Congress MLA lakha bharwad) કરી છે.

માલધારી રસ્તા પર આવતા ભાજપ સરકાર ઝૂકી હોવાનું અને વિધેયક રદ કરવામાં નહિ આવે ત્યાં સુધી પશુપાલક લડતો રહેશે તેવું જણાવ્યું છે. રસ્તે રખડતા ઢોર ના કારણે અનેકવાર અકસ્માતની ઘટનાઓ બની ચુકી છે. જેમાં અત્યારસુધીમાં અનેક જિંદગીનો ભોગ લેવાઈ ગયો છે. જેને લઈ રાજ્ય સરકાર આ રખડતા પશુઓના અંકુશ માટે નવું વિધેયક વિધાનસભામાં લાવવામાં આવ્યું હતું. પરંતુ આ વિધેયક આવતા તેની સામે ચારેકોરથી માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

અલગ અલગ સમાજ દ્વારા રેલીઓ કાઢી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી સાથે માલધારી સમાજના પ્રતિનીધિઓની બેઠક યોજઇ હતી. જેમાં આ બિલ અંગે યોગ્ય વૈક્લિપક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ બિલને મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. જે અંગેની ખાતરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-UP crime:લગ્નના નામે યુવતીઓને છેતરતો મી.નટવરલાલ ઝડપાયો, 200 યુવતીઓ બની શિકાર

ત્યારે આ મામલે રખડતા ઢોર નિયંત્રણ બિલ મોકૂકી અંગે ધારાસભ્ય લાખાભાઈ ભરવાડનું નિવેદન સામે આવ્યું છે. વિધેયક મોકૂકી નહીં પરંતુ રદ કરવામાં આવે તેવી માંગ લાખાભાઈ ભરવાડએ કરી છે. મોકૂક રાખેલ કાયદો ફરીવાર અમલમાં મૂકી શકાય. વિધેયક કાયદાકીય રીતે નાબૂદ નહીં કરાય ત્યાં સુધી ગોપાલકો લડતા રહેશે.

આ પણ વાંચોઃ-સુરતઃ લગ્નની લાલચ આપી યુવતી પર પ્રેમીનું દુષ્કર્મ, સાત વર્ષ યુવતીને ભોગવી અને રૂ. 60 લાખ પડાવ્યા

વિધેયકમાં માલધારીઓ માટે ખૂબ જ કડક જોગવાઈઓ કરાઈ હતી. જેથી વિધાનસભા માં કોંગ્રેસે બીલનો સખત વિરોધ કર્યો હતો. શહેરી વિસ્તારમાં રખડતા ઢોર માટે પહેલાથી જ દંડ ની જોગવાઈ હતી.

ત્યારે આવા કાયદાની કોઈ જ જરૂર ના હતી. અત્યાર સુધી ઢોર ને પકડવાનું અને દંડવાનું કામ ચાલતું જ હતું. પરંતુ વિધેયક  સામે માલધારી રસ્તા પર આવતા ભાજપ સરકાર ઝૂકી છે.
Published by:ankit patel
First published:

આગામી સમાચાર