'ભાજપ લોભ લાલચ આપવાનું બંધ કરે,' કોંગ્રેસના ધારાસભ્ય કાળુભાઇ લાલઘૂમ

News18 Gujarati
Updated: May 28, 2019, 6:08 PM IST
'ભાજપ લોભ લાલચ આપવાનું બંધ કરે,' કોંગ્રેસના ધારાસભ્ય કાળુભાઇ લાલઘૂમ

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદઃ લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવાની વાત વહેતી થતા જ રાજકારણ ગરમાયું છે, બે કોંગ્રેસી ધારાસભ્યોએ નીતિન પટેલ સાથે મુલાકાત પણ કરી જો કે કોંગ્રેસના કપડવંજના ધારાસભ્ય કાળુભાઇએ પત્ર લખી ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કાળુભાઇએ પત્રમાં જણાવ્યું કે ભાજપ દ્વારા લોભ લાલચ આપવામાં આવી રહી છે.

કપડવંજ વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય કાળુભાઇએ એક પત્ર લખ્યો છે, આ પત્રમાં તેઓએ ભાજપ ગંભીર આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓએ લોભ લાલચ આપવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ છોડીભાજપ જોડાવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પત્રમાં કાળુભાઇએ જણાવ્યું કે હું કોંગ્રેસ પક્ષ છોડવાનો નથી, ફેલાવવામાં આવતી અટકળો ભાજપ બંધ કરે. વધુમાં કાળુભાઇએ જણાવ્યું કે અલ્પેશ ઠાકોરને હાથો બનાવી ભાજપ રાજનીતિ કરી રહ્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ INSIDE STORY: અધ્યક્ષ પદેથી રાજીનામા પાછળ રાહુલનો આ છે માસ્ટર પ્લાન

કાળુભાઇએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતો પત્ર લખ્યો છે.


ઉલ્લેખનીય છે કે કાળુભાઇ ડાભી 14મી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં કપડવંજ વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાયા હતા. કાળુભાઇએ ભાજપના ઉમેદવાર કનુભાઇ ડાભીને 27236 મતથી હરાવ્યા હતા. આ પહેલા શંકરસિંહ વાઘેલા આ સીટ પરથી ચૂંટાયા હતા.
First published: May 28, 2019, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading