ઇમરાન ખેડાવાલાએ કોરોના સામે જીત્યો જંગ, બંન્ને રિપોર્ટ નેગેટિવ આવ્યાં

ઇમરાન ખેડાવાલાએ કોરોના સામે જીત્યો જંગ, બંન્ને રિપોર્ટ નેગેટિવ આવ્યાં
જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ફાઇલ તસવીર

તેમની સારવાર બાદનાં બે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે તેમને રજા આપવામાં આવશે.

 • Share this:
  અમદાવાદ : જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran khedawala) કોરોના (coronavirus) પોઝિટિવ આવતા છેલ્લા 11 દિવસથી એસવીપી હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. તેમની તબિયત હાલ સારી છે. તેમની સારવાર બાદનાં બે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે તેમને રજા (Discharge) આપવામાં આવશે.

  આપને જણાવીએ કે, ગત 14 એપ્રિલનાં રોજ ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનો રિપોર્ટ કરાવ્યાં બાદ તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી તે સિવાય તેઓ અનેક અધિકારી અને પત્રકારોને પણ મળ્યા હતા. જેના કારણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો ક્વૉરન્ટાઈન થયા હતાં. નોંધનીય છે કે, SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ઈમરાન ખેડાવાલા 14 દિવસ હોમ ક્વૉરન્ટાઈનમાં રહેશે.  આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કુલ 3,301 કેસ: આજે PMની તમામ CM સાથે બેઠક, લોકડાઉન વધારવાનો નિર્ણય લેવાશે?

  મહત્વનું છે કે, કોંગ્રેસના નેતા અને અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખનું એસવીપી હોસ્પિટલમાં રવિવારે મોડી રાત્રે કોરોનાના કારણે અવસાન થયું હતું. બદરૂદ્દીન શેખ અને તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ છેલ્લા 8 દિવસથી એવીપી હોસ્પિટલમાં દાખલ હતા. દાખલ થયાના બીજા જ દિવસથી શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, તેમને ડાયાબીટીશ, હાર્ટની તકલીક, સ્થૂળતા વગેરે બીમારીઓ હતી. તેમની ઉંમર આશરે 65 વર્ષની હતી. કોરોનાના કારણે તેમનું મૃત્યુ થતા તેમના પરિવારમાં અને તેમના ચાહકોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

  આ પણ જુઓ : 
  Published by:News18 Gujarati
  First published:April 27, 2020, 07:40 am

  ટૉપ ન્યૂઝ