ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલમાં 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલમાં 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી
કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલમાં 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી

કોંગ્રેસ ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું- બીએપીએસ સંસ્‍થાના બ્રહ્મલીન પ્રમુખસ્‍વામી મહારાજ તથા શ્રી મહંતસ્‍વામીના આશીર્વાદ મને હંમેશા મળતા રહ્યા છે

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના મહામારીમાં ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાની ગ્રાન્ટ પણ મેડિકલ સાધનો ખરીદવા અને મેડિકલ સેવા માટે આપી શકશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. દરેક ચૂંટાયેલ ધારાસભ્ય 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ કોરોનાના કપરા કાળમાં વાપરવા દરખાસ્ત મંજૂર કરાઇ છે. ભાજપ હોય કે કોંગ્રેસ તમામ ધારાસભ્યો પોતા પોતાના બજેટમાંથી કોરોના સંકટ સમયે પોતાની ગ્રાન્ટ મેડિકલ સેવાઓ માટે આપી રહ્યા છે. આ દરમિયાન મુસ્લિમ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હિન્દુ સમાજના પ્રતિષ્ઠિત સંપ્રદાય બીએપીએસ સંચાલિત યોગી મહારાજ હોસ્પિટલમાં રૂપિયા 50 લાખની ગ્રાન્ટ ફાળવણી કરી છે.

કોંગ્રેસ ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે બીએપીએસ સંસ્‍થાના બ્રહ્મલીન પ્રમુખસ્‍વામી મહારાજ તથા શ્રી મહંતસ્‍વામીના આશીર્વાદ મને હંમેશા મળતા રહ્યા છે. બીએપીએસ સંસ્‍થાના સેવાયજ્ઞમાં જોડાવાની સંસ્‍થા દ્વારા મને જે તક આપવામાં આવી છે, તે બદલ હું બીએપીએસ સંસ્‍થાનો આભારી છું અને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં અર્પણ કરું છું.આ પણ વાંચો - ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે એગ્રેસિવલી પ્લાનિંગ શરૂ કર્યું છે : મનોજ દાસ

ગ્યાસુદ્દીન શેખે કહ્યું હતું કે શાહીબાગ વિસ્‍તારમાં આવેલ બીએપીએસ સંસ્‍થા સંચાલિત યોગીજી મહારાજ હોસ્‍પિટલમાં ઘણા લાંબા સમયથી કોરોના સંક્રમિત દર્દીઓની પ્રશંસનીય સેવા થઈ રહી છે. યોગીજી મહારાજ હોસ્‍પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ત્‍યારે સંસ્‍થાના સેવાયજ્ઞને લક્ષમાં લઈ જરૂરિયાતમંદ દર્દીઓની વધુ સારી સેવા થાય અને આ સેવાયજ્ઞમાં હું પણ મદદરૂપ થઈ શકું તે માટે ધારાસભ્‍ય તરીકેની મારી ગ્રાન્‍ટમાંથી સંસ્‍થાને 50 લાખ રૂપિયા ફાળવવા મેં ગઈકાલ ઈચ્‍છા દર્શાવેલ હતી. મારી ઈચ્‍છાને માન આપીને યોગીજી મહારાજ હોસ્‍પિટલમાં વેન્‍ટિલેટર મશીન, બાય પેપ મશીન, મલ્‍ટી પારા મોનીટર અને ડાયાલીસીસ મશીનની જરૂરિયાત હોવા અંગે આપે જણાવેલ છે અને આ સાધનોની ખરીદી માટે 50 લાખ રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવવા માટે તાત્‍કાલિક જરૂરી કાર્યવાહી થવા માટેનો પત્ર મેં સંબંધિતને મોકલી આપેલ છે.

આ ઉપરાત દરિયાપુર વિસ્તારમાં આવેલ લોખંડવાલા હોસ્પિટલ માટે પણ મેડિકલ સાધનો ખરીદ માટે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવા માટે રજૂઆત કરાઇ છે.
Published by:Ashish Goyal
First published:May 11, 2021, 21:29 pm

ટૉપ ન્યૂઝ