સુશીલકુમારને અલ્પેશ ઠાકોરનો જવાબ- 'ગોળી મારશો તો પણ બિહાર આવીશ'

News18 Gujarati
Updated: November 14, 2018, 10:45 AM IST
સુશીલકુમારને અલ્પેશ ઠાકોરનો જવાબ- 'ગોળી મારશો તો પણ બિહાર આવીશ'
અલ્પેશ ઠાકોર, સુશીલ કુમાર મોદી

"ગુજરાતીઓ આજે સમગ્ર વિશ્વમાં છે. બિહારના લોકો પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. બિહારના લોકો જો ગુજરાત છોડી દે તો ગુજરાતના કારખાનાઓ બંધ થઈ જાય."

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી મંગળવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે તાજેતરમાં ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાઓ અંગે પ્રતિક્રિયા આપતા રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને બિહારમાં પગ મૂકી બતાવવાની ચેલેન્જ આપી હતી. સુશીલકુમારે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરની હિંમત નથી કે તે બિહારમાં પગ મૂકીને બતાવે. આ મામલે અલ્પેશ ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી હતી કે તમે ગોળી મારશો તો પણ હું બિહાર આવીશ.

શું કહ્યું સુશીલકુમાર મોદીએ?

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમારે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે, અલ્પેશ ઠાકોર પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનામાં હિંમત નથી કે તે બિહારમાં પગ મૂકે. દેશનો કોઈ પણ નાગરિક ક્યાંય પણ જઈને વ્યવસાય કરી શકે છે. ગુજરાતીઓ આજે સમગ્ર વિશ્વમાં છે. બિહારના લોકો પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. બિહારના લોકો જો ગુજરાત છોડી દે તો ગુજરાતના કારખાનાઓ બંધ થઈ જાય."

સાથે જ સુશીલકુમાર મોદીએ અમદાવાદ ખાતે છઠ પૂજા માટે બનાવવામાં આવેલા ઘાટ પર મોટી સંખ્યામાં બિહારના લોકોને ઉમટી પડવાની અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ નર્મદાઃ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લિફ્ટમાં ફસાયા

અલ્પેશ ઠાકોરે આપ્યો જવાબસુશીલકુમારના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, "હું બિહારમાં જઈશ અને ડરીશ પણ નહીં. મને ગોળી મારી દેશો તો પણ હું નહીં ડરું." નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર બિહાર કોંગ્રેસના સહ-પ્રભારી છે. ગુજરાતમાં પરપ્રાંતિયા પર થયેલા હુમલાઓ બાદ ભાજપ તરફથી આ હુમલાઓ માટે અલ્પેશ ઠાકોર જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું હતું. આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચમક્યો હતો.

લિફ્ટમાં ફસાયા સુશીલકુમાર મોદી

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાદ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર લિફ્ટમાં ફસાયા હતા. સુશીલકુમાર મોદી સાથે રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી સૌરભ પટેલ અને અન્ય નેતાઓ પણ લિફ્ટમાં ફસાયા હતા. વ્યુઈંગ ગેલેરી સુધી લઈ જતી લિફ્ટ ઓવરલોડ થઈ જતા બંધ પડી ગઈ હતી. લિફ્ટ બંધ થતાં કેટલાક લોકોના શ્વાસ રુંધાયા હતા તો કેટલાક લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.
First published: November 14, 2018, 9:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading