અમદાવાદઃ કમિશનર ઓફિસ બહાર તૂટેલા રોડના પોસ્ટર મારી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો

News18 Gujarati
Updated: September 4, 2019, 8:46 PM IST
અમદાવાદઃ કમિશનર ઓફિસ બહાર તૂટેલા રોડના પોસ્ટર મારી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસ કરેલા દેખાવની તસવીર

વિપક્ષના વિરોધના પગલે એએમસી પરીસર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ હતું. અને એક કલાક સુધી વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલરોને કમિશનર મળવા માટે પ્રવેશ અપાયો ન હતો.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદઃ અમદાવાદના ખરાબ રોડ- રસ્તાને લઇ વિપક્ષ કોંગ્રેસ મ્યુનિસિપલ કમિશનર ઓફિસ બહાર ઘેરાવ કર્યો હતો. વિપક્ષ નેતા દિનેશ શર્માની આગેવાનીમાં એએમસી ઓફિસમાં વિરોધ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર ઓફિસ બહાર રોડ રસ્તાઓના પોસ્ટર લગાવાયા હતા. તેમજ મહિલા કાઉન્સિલરોએ બગડીઓ ફેકી પોતાનો વિરોધ નોધાવ્યો હતો.

એએમસી વિપક્ષ કોંગ્રેસની માંગ હતી કે શહેરમાં તુટેલા રોડનો સર્વે કરવામાં આવે અને શહેરના રોડ રસ્તાઓ સત્વરે રીપેરિંગ કરવામાં આવે. જેથી અમદાવાદીઓ પડતી હાલાકીનો અંત આવે. પરંતુ વિપક્ષના વિરોધના પગલે એએમસી પરીસર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ હતું. અને એક કલાક સુધી વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલરોને કમિશનર મળવા માટે પ્રવેશ અપાયો ન હતો.

જેના પગલે વિપક્ષ કોંગ્રેસ કાઉન્સિલરોએ કમિશનર ઓફિસ બહારની દિવાલો પર જાતે પેનથી લખાણ કર્યા હતા. તેમજ તુટેલા રોડના ફોટા ચોડાળી પોતાનો વિરોધ નોધાવ્યો હતો. અને મહિલા કાઉન્સિલરોએ કમિશનર અને ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતો.

વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચિમકી ઉચ્ચારી હતી,, કે જો સાત દિવસમાં રસ્તાઓ રીપેરીંગ નહી થયા તો ઉગ્ર આંદોલની કરવામાં આવશે. જો કે કમિશનર દ્વારા એક કલાક બાદ તમામ કાઉન્સિલરો સાથે મુલાકાત કરી હતી. અને તમામ કાઉન્સિલરોની રજૂઆત સાંભળી કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી હતી..

આ સમગ્ર ઘટનાને મિડીયાને દુર રાખવામાં આવ્યા હતા. અને એક કલાક જેટલુ નાટક કમિશનર કચેરી બહાર ચાલ્યુ હતું. કમિશનર દ્વારા પાંચ કાઉન્સિલરો રજૂઆત કરવા આવે તેવું કહેવામાં આવ્યુ હતું.પરંતુ કોંગ્રેસના તમામ કાઉન્સિલરો રજૂઆત કરશે તેવી માંગ સાથે અડગ રહ્યા હતા.
First published: September 4, 2019
વધુ વાંચો
अगली ख़बर