'જો આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તો કાયદો વ્યવસ્થા તૂટે એની જવાબદારી તમારી રહેશે'

News18 Gujarati
Updated: September 3, 2018, 1:14 PM IST
'જો આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તો કાયદો વ્યવસ્થા તૂટે એની જવાબદારી તમારી રહેશે'
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ હાર્દિકની મુલાકાત લીધી

આજે સોમવારે બપોરે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ હાર્દિક પટેલના ખબર અંતર પૂછવા ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાર્દિકના ખબર અંતર પૂછ્યા હતા.

  • Share this:
ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તે માટે પાસ કન્વીનર હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. આજે સોમવારે હાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ છે. વચ્ચે ત્રણ દિવસ જળત્યાગ બાદ સંતના હાથે પાણી પીને જળત્યાગને છોડ્યો હતો. જોકે, ઉપવાસના પગલે હાર્દિક પટેલની તબિયત વધારે બગડતી જતી દેખાઇ રહી છે. ઉપવાસી હાર્દિક પટેલને મળવા માટે રાજકીય દુનિયાના દિગ્ગજ નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ સહિત સમાજના અગ્રણીઓ પણ ઉપવાસ છાવણીએ પહોંચી રહ્યા છે. આજે સોમવારે બપોરે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ હાર્દિક પટેલના ખબર અંતર પૂછવા ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાર્દિકના ખબર અંતર પૂછ્યા હતા. શક્તિસિંહ ગોહિલે સરકારને સીધુ નિશાન તાકતા કહ્યું હતું કે, આવી જ પરિસ્થિતિ ચાલું રહેશે તો કાયદો અને વ્યવસ્થા તૂટે એની જવાબદારી સરકારની રહેશે.

હાર્દિકની મુલાકાત કર્યા પછી કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વતા કરતા જણાવ્યું હતું કે, "મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતાં ગાંધીજીએ જ બતાવેલું શસ્ત્ર બતાવ્યું છે. અન્યાય સામે લડવા માટે ઉપવાસ ઉપર બેશીને સત્યાગ્રહ કરવો. આઝાદીની સમયે સત્યાગ્રહની લડત ચાલી ત્યારે અંગ્રેજો હતો પરંતુ આ અંગ્રેજોએ સત્યાગ્રહીઓ સામે સંવાદો ઉભા કર્યા હતા. સત્યાગ્રહમાં જોડાનારા લોકોને અંગ્રેજો પણ રોકતા ન્હોતા. આજે દસમો દિવસ છે. અને હાર્દિક પટેલની જે લડત ચાલી રહી છે. એ ગુજરાતા ખેડૂતો અને ગુજરાતના હિતની વાત છે. ત્યારે દસ દસ દિવસ સુધી સરકાર નિષ્ઠુર બનીને સંવાદ પણ ન કરે એ કોઇપણ સંજોગોમાં સાંખી ન લેવાય. મને અંત્યત દુઃખ છે કે, ગુજરાતનો એક યુવાન સત્યના આગ્રહ સાથે ખેડૂતો માટે ખેડૂતોની જાત નથી હોતી. એક ખેડૂતોના પ્રશ્નની વાતનો સંવાદ પણ ન કરી શકે સરકાર.

હાર્દિકે જાહેર કરી વસિયત, પરિવાર, પટેલ યુવાનો અને ગૌશાળામાં વહેંચી સંપત્તિ

હાર્દિકનું ચેકઅપ કરી રહેલા ડોક્ટર સાથે વાત કર્યા પછી મને અતિશય ચિંતા છે. તેનું ક્રેટીન ખરાબ થયું છે.એના વાઇટલ ઓર્ગન ઉપર અસર થાય એ કોઇ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. સરકાર લોકતંત્રથી બેઠેલી સરકાર છે. હું તો વડાપ્રધાને પણ વિનંતી કરીશ. આજ પાટીદાર સમાજ હતો અને આજ પાટીદાર લોકો હતા જેમના મતથી આજે તમે દિલ્હીના સત્તા પર બેઠા છો. અને કે યુવક દસ દસ દિવસ સુધી ઉપવાસ કરે અને અતિ ખરાબ પરિસ્થિતિએ પહોંચી હોય ત્યારે તાત્કાલિક સંવાદ સ્થાપવો જોઇએ.

10 દિવસમાં કેટલો બદલાયો હાર્દિક જુઓ તેની 10 તસવીરો

હાર્દિકના તાત્કાલિક પારણા કરાવવા જોઇએ. હું ગુજરાતના તમામ જાતિ-ધર્મના લોકોને હું એક રાજકીય નેતા તરીકે નહીં પરંતુ એક ગુજરાતી તરીકે દર્દભરી વિનંતી કરું છું કે , સૌ કોઇ લોકો ગુજરાતના ગામડામાં સંધ્યા આરતી સમયે હાર્દિકની સારી તબિયત માટે સંધ્યા આરતી કરે. હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહીશ કે તેમે પમ તમારા આકાઓને કહો કે આ વ્યાજબી વાત નથી. જો તમારી વાત ન સંભળાતી હોય તો તેમારે પણ આક્રોસ વ્યક્ત કરવો જોઇએ.હાર્દિકે મેડિકલ ચેકઅપનો કર્યો ઇન્કાર, નિખિલ સવાણી સહિત 51 યુવકોએ કરાવ્યું મુંડન

આજે જન્માષ્ઠમીનો પવિત્ર દિવસ છે. એક ભૂલ કંસે કરી હતી. એક બાળકને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે કંસની પણ સલ્તનત સલામત ન્હોતી રહી. હાર્દિકના સંબંધીઓને તેને મળવા દેવામાં આવતા નથી.

હું સત્તામાં ચકચુર બેનેલાઓને કહેવા માંગુ છું કે, કાયદો અને વ્યવસ્થા તૂટે તો એની જવાબદારી તમારી રહેશે. કારણ કે લોકોની સહનશક્તિની એક મર્યાદા હોય. મારી સાથે આવતી ગાડીઓને મારી સાથે આવતી ગાડીઓને નહીં આવવા દેવાના અને પોલીસ અધિકારીઓ એવું કહે છે કે અમને દુઃખ થાય છે પણ ઉપરથી ઓર્ડર છે. "
First published: September 3, 2018, 1:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading