Home /News /madhya-gujarat /

corona મુદ્દે રાહુલ ગાંધીનો Tweet bomb, ગુજરાતમાં 3 લાખ લોકોના મોત, સરકારી ચોપડે માત્ર 10 હજાર!

corona મુદ્દે રાહુલ ગાંધીનો Tweet bomb, ગુજરાતમાં 3 લાખ લોકોના મોત, સરકારી ચોપડે માત્ર 10 હજાર!

રાજીવ ગાંધી ભવન ફાઈલ તસવીર

Gujarat news: વીડિયોના (video) માધ્યમથી રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાત સરકાર પર (Gujarat Government) આરોપ લગાવ્યો છે . કે હોસ્પિટલમાં (hospital) મદદની જરૂર હતી ત્યારે સરકાર કરી શકી નથી.

અમદાવાદઃ કોરોના મહામારીમાં (coronavirus pandemic) મૃત્યુ પામેલા પરિવારજનોને સહાય આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુજરાત સરકાર (Government of Gujarat) આકરી ઝાટકણી કાઢી છે . ત્યારે આ જ મુદ્દે કોંગ્રેસ (Congress) પણ સરકારને ઘેરવામા લાગી ગઇ છે . કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (congress leader rahul Gandhi tweet) ટ્વીટ કરી ગુજરાતમા કોરોનાથી 3 લાખ લોકો મૃત્યુ પામ્યા (Gujarat corona death toll) હોવાનો આરોપ લગાવ્યો છે. તેમજ મૃતક પરિવારને 4 લાખ સહાય આપવા માંગ કરી છે .

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી ગુજરાતમાં કોરોનાથી ૩ લાખ મૃત્યુ થયા હોવાનો આરોપ લગાવ્યો છે . તેમજ ગુજરાતમા કોવિડ પીડિતોનો વીડિયો પણ ટ્વિટ કર્યો છે. વીડિયોના માધ્યમથી રાહુલ ગાંધીએ ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો છે . કે હોસ્પિટલમાં મદદની જરૂર હતી ત્યારે સરકાર કરી શકી નથી. હવે જ્યારે આ પરિવારને આર્થિક સહાયની જરૂર છે તે પણ સરકાર આપી શકી નથી.

રાહુલ ગાંધીનો સીધો આરોપ છે કે ગુજરાતમાં 3 લાખ લોકો કોરોના કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે ગુજરાત સરકારે માત્ર 10 હજાર મોતના આંકડા જાહેર કરાયા છે. વડાપ્રધાન પાસે 8458 કરોડના વિમાન ખરીદવા રૂપિયા છે. પરંતુ આજે કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારને સહાય આપવા પૈસા નથી . મૃતકોના સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના નથી લખવામાં આવ્યો હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે .

આ પણ વાંચોઃ-જેતપુરઃ ફટાકડા ફોડવાની બાબતમાં યુવકોએ વૃદ્ધ મહિલા પર કર્યો પથ્થર મારો, વૃદ્ધાનું મોત થતાં ચારેય થયા જેલ ભેગા

રાહુલ ગાંધીએ કરેલા ટ્વિટ પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે છેલ્લા 24 વર્ષે થી ગુજરાતની જનતાએ ભાજપને મત આપ્યા છે.. જનતાને આશા હતી કે ભાજપ સરકાર તેમને મદદ કરશે . ભાજપ સરકારે કોરોનામાં લોકોને ભગવાન ભરોષે મુક્યા હતા. ટેસ્ટિંગ થી લઈ સુવિધા મેળવવા લોકો પરેશાન થયા હતા . ભાજપ સરકારના બેઠેલા મંત્રીઓ અને નેતા  મુક પ્રેક્ષક બની રહ્યા હતા.

આ પણ વાંચોઃ-ગોધરાઃ ACBએ જેલ સહાયક હિતેશ રબારીને રૂ.400ની લાંચ લેતા રંગેહાથે પકડ્યો, રૂ.500 લઈ રૂ.100 આપ્યા હતા પાછા

ગુજરાતમાં 3 લાખ કરતા વધારે લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે . સરકાર માત્ર 10 હજાર લોકોના મૃત્યુ જ જણાવે છે.  કોંગ્રેસના કાર્યકરોએ ન્યાયયાત્રામાં મેળવેલ માહિતી મુજબ સરકાર મોત ના આંકડા છુપાવે છે..કોંગ્રેસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ 4 લાખ સહાય ની માંગ કરી હતી. ભાજપ સરકારને ઉત્સવો અને તાયફઓ માટે બજેટ છે..કોરોના મૃતકને સહાય ચૂકવવા માટે બજેટ નથી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વૃદ્ધને સજાતીય સંબંધોનો શોખ ભારે પડ્યો, હત્યાનો આરોપીએ પોલીસને જણાવ્યો આખો સીલસીલો

સરકાર માત્ર 50 હજાર જ સહાય આપવાની વાત કરે છે. પશુના મૃત્યુમાં પણ સરકાર 50 હજાર ચુકવવાની જાહેરાત કરી હતી. ભાજપ સરકારના મને પશુ અને માનવ મૃત્યુ માં સહાય એક સમાન છે . રાહુલ ગાંધી પણ 4 લાખ સહાય ની માંગ કરી રહ્યા છે.4 લાખ રૂપિયાની સહાય અપાવવા કોંગ્રેસ અભિયાન ચલાવશે. રાહુલ ગાંધીની 4 લાખની સહાયનો સ્વીકાર થાય એવી આશા સરકાર પાસે રાખું છું . કોંગ્રેસ સાશીત રાજ્યો પણ રાહુલ ગાંધીની માંગને સ્વીકારશે.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, Gujarati News News, Rahul gandhi tweet

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन