ફી મામલે વિરોધ કરવા બદલ ભાજપના વરુણ પટેલે હાર્દિક પટેલનને કહ્યો તકસાધુ


Updated: June 25, 2020, 6:00 PM IST
ફી મામલે વિરોધ કરવા બદલ ભાજપના વરુણ પટેલે હાર્દિક પટેલનને કહ્યો તકસાધુ
હાર્દિક પટેલની ફાઇલ તસવીર

સ્કૂલ ફી વધારે પર સરકારની કોઇ લગામ રહી નથી, લોકો પાસે આવક જ નથી ત્યારે ફી ક્યાંથી ભરે? : હાર્દિક પટેલ

  • Share this:
ગાંધીનગર : અમદાવાદ સહિત રાજ્યભરમાં શાળા (School) સંચાલકો બેફામ બન્યા છે. શિક્ષણ મંત્રી (Gujarat Education Minister)ના સ્ટેટમેન્ટ બાદ પણ સંચાલકો સતત ફીની ઉઘરાણી કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં વાલી એકતા મંચે (Parents Ekta Manch) છેલ્લા ઘણા દિવસથી સરકાર સામે મોરચો માંડી લડી રહ્યું છે. આજે વાલી એકતા મંચ સાથે કૉંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ (Congress Leader Hardik Patel) પણ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પહોંચ્યો હતો અને બેફામ બનેલી શાળાઓ સામે પગલાં લેવા અને પહેલા સત્રની ફી માફ કરવા સરકારને રજૂઆત કરી છે. આ મામલે હાર્દિક પર પ્રહાર કરતા ભાજપના યુવા નેતા વરુણ પટેલે હાર્દિકને તકસાધુ કહ્યો હતો.

હાર્દિક પટેલે જણાવ્યું કે, ફી માફી પહેલા નેતાઓની સ્કૂલોએ કરવી પડશે. ખાસ કૉંગ્રેસના નેતાઓને હાર્દિકે વિનંતી કરી કે, જે કૉંગ્રેસના નેતાઓને સ્કૂલ હોય તો તેઓ પહેલા ફી માફ કરી. શરૂઆત નેતાઓ અને વિપક્ષે કરવી પડશે તો જ આ સરકાર સુધરશે અને ખાનગી શાળાઓને સુધારશે. સ્કૂલ ફી પર સરકારની કોઇ લગામ રહી નથી. લોકો પાસે આવક જ નથી ત્યારે ફી ક્યાંથી ભરે? સરકાર ફી માફ કરી વાલીઓને આર્થિક સહયોગ કરે તે જારૂર છે. ઉદગમ, આનંદ નિકેતન અને સત્વ વિકાસ જેવી સ્કૂલોના શાળા સંચાલકો બેફામ રીતે સ્કૂલો ઉઘરાવે છે.

આ પણ વાંચો : જગન્નાથ રથયાત્રા વિવાદમાં અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું, મહંતે કહ્યુ- હું કોઈથી નારાજ નથી

બીજી તરફ કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા સ્કૂલ ફી વિરોધમાં રાજ્ય સરકાર પર કરવામાં આવેલા આક્ષેપોને ભાજપ નેતા વરુણ પટેલે પાયાવિહોણા ગણાવ્યા છે. વરુણ પટેલનું કહેવું છે કે, સ્કૂલ ફી મામલે રાજ્યના શિક્ષણ મંત્રીએ અમારી રજૂઆતને પગલે યોગ્ય કાર્યવાહી કરી છે. પરંતુ કેટલાક તક સાધુઓ આ તકનો લાભ લઇ પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે. હું વાલી મંડળ સાથે છું. જો સંચાલકો નહીં સમજે તો ફરી હું તેમને સમજાવવા માટે નીકળીશ.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડો, હવે ખાનગી લેબમાં 2,500 રૂપિયામાં ટેસ્ટ થશે

સરકાર ભગવાન સાથે છેતરપિંડી કરતી હોય તો સામાન્ય લોકો સાથે શું ન થાય : હાર્દિક 

અમદાવાદમાં રથયાત્રા ન નીકળી શકી તે મામલે પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે, જો ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર હોત તો હિન્દુ સંગઠનો અને ભાજપે તોફાનો ચાલુ કરી દીધા હોત. વર્તમાન સરકાર ભગવાન સાથે છેતરપિંડી કરતી હોય તો સામાન્ય જનતા સાથે શું ન થાય?

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ હાર્દિકે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યુ કે, જો ટ્રમ્પનો કાર્યક્રમ થતો હોય તો ભગવાન જનન્નાથની યાત્રા કેમ ન નીકળે? આ હિંદુઓ સાથે અન્યાય છે. તેમનું અપમાન છે. કેમ કે સત્તામાં બેઠેલા અભણ હિંદુઓને એવું છે અમે જ હિન્દુ છીએ. આ મામલે ભાજપના નેતા વરુણ પટેલ જણાવ્યું હતું કે, કૉંગ્રેસને હિન્દુ ધર્મ મામલે ભાજપ સરકાર પર આક્ષેપ કરવાનો કોઈ હક નથી. કૉંગ્રેસ હિન્દુ ધર્મને માત્ર વોટબેંક ગણે છે.
First published: June 25, 2020, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading