Hardik Patel Statement : હાર્દિક પટેલે પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) નેતૃત્વ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. અને વિદ્રોહી વલણ અપનાવી રહ્યા છે. હાર્દિક પટેલે પોતાને રામ ભક્ત ગણાવતા કહ્યું હતું. હિન્દુ થવા ઉપર અમને ગર્વ છે. પરંતુ ભાજપમાં (BJP) જવા અંગે રહસ્ય અકબંધ છે.
અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) યોજાનારી છે ત્યારે ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં (Gujarat politics) ભારે ઉથલ-પાથલ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ (congress leader Hardik Patel) ચર્ચામાં છે. હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે. ત્યારે હાર્દિક પટેલે પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. અને વિદ્રોહી વલણ અપનાવી રહ્યા છે. હાર્દિક પટેલે પોતાને રામ ભક્ત ગણાવતા કહ્યું હતું. હિન્દુ થવા ઉપર અમને ગર્વ છે. પરંતુ ભાજપમાં (BJP) જવા અંગે રહસ્ય અકબંધ છે.
હાર્દિક પટેલે પ્રદેશ નેતૃત્વને લઈને પોતાની વાત કોંગ્રેસ હાઈકમાનની સામે રાખી છે. દિલ્હીમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલને મળીને પોતાની વાત મુકી હતી. તેમણે કહ્યું કે મને કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વથી તકલિફ છે. તેઓ ઈચ્છતા નથી કે તે કામ કરે અને જો કોઈ કામ કરે છે તો તેને કામ કરવા દેતા નથી. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં વિપક્ષ તરીકે લોકોના પ્રશ્નો અમે ઉઠાવી શકતા નથી.
ગુજરાત કોંગ્રેસમાં વરિષ્ઠ નેતૃત્વમાં પણ હાર્દિક પટેલને સાર્વજનિક રીતે બોલવા અને વ્યક્તિગત રૂપથી આંતરિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા પર ચેતવણી આપી હતી. ત્યારબાદ હાર્દિક પટેલ સતત પ્રદેશ નેતૃત્વને લઈને નિવેદનો આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વર્ચસ્વની જંગ થઈ હતી. જે પાર્ટી માટે સંકટ ઊભું કરી શકે છે.
હાર્દિક પટેલે કહ્યું કે વિપક્ષને લોકોના મુદ્દાઓને લઈને સરકાર વિરુદ્ધ લડવું અને સંઘર્ષ કરવાનો હોય. પરંતુ અમે આવું કરવામાં અસમર્થ છીએ. તો લોકો બીજો વિકલ્પ શોધશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં બીજેપી મજબૂત છે. કારણ કે તેમની પાસે નેતૃત્વ અને સમય રહેતા યોગ્ય નિર્ણય લઈ રહ્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે મારી બીજેપીમાં જોડાવવાની કોઈ યોજના નથી. આ મારા મગજમાં પણ નથી. તેમણએ કહ્યું કે દુશ્મનની તાકાતને સ્વીકાર કરવી જોઈએ. તે શક્તિશાળી છે. અને દુશ્મનને ક્યારે પણ નબળો ન આંકવો જોઈએ.
રામ ભક્ત બન્યો હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસથી નાજાર રહેલા હાર્દિક પટેલે કહ્યુંકે અમે ભગવાન રામને માનીયે છીએ. હાર્દિક પટેલે પોતાના પિતાના મૃત્યુ સંસ્કાર પર ચાર હજાર ભગવત ગીતા વહેંચવાની વાત કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે તેમને હિન્દુ ધર્મ પર અને હિન્દુ હોવા ઉપર ખુબ જ ગર્વ છે.
કોંગ્રેસથી નારાજ છે હાર્દિક પટેલ હાર્દિક પટેલ અત્યારે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વથી નારાજ છે. તેમણએ કહ્યું કે મને ગુજરાતના કોઈપણ વ્યક્તિના નેતાની સાથે કોઈ સમસ્યા નથી. પરંતુ કોંગ્રેસ નેતૃત્વ કોઈને કામ કરવા નથી દેતા. જો કોઈ કામ કરે છે તો તેને કરવા નથી દેતા. હાર્દિક પટેલે કહ્યું કે મેં પાર્ટીના આલાકમાન સાથે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે વહેલી તકે નિર્ણયનું આશ્વાસન આપ્યું છે. ગુજરાતમાં ભાજપનો સારો આધાર બીજી તરફ હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાં ભાજપ પાસે સારો મજબૂત આધાર છે. તેમની પાસે નિર્ણય લેવાની ક્ષમતા છે. આવી સ્થિતિમાં આપણે દુશ્મનોની તાકાને સ્વીકારવી જોઈએ અને તેમની સામે લડવા માટે યોગ્ય દિશામાં કામ કરવું જોઈએ. ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલની પણ હાર્દિક પટેલે વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના વિઝનની સાથે આખો દેશ બીજેપીની વિચારધારાથી પ્રભાવિત છે. 2014થી તેઓ દેશની સેવા કરી રહ્યા છે. તેમનાથી અનેક લોકો પ્રભાવિત છે.