હાર્દિક પટેલના રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી, ફેંસલો પાંચ વાગ્યા સુધી સુરક્ષિત

News18 Gujarati
Updated: January 22, 2020, 2:08 PM IST
હાર્દિક પટેલના રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી, ફેંસલો પાંચ વાગ્યા સુધી સુરક્ષિત
હાર્દિક પટેલની ફાઇલ તસવીર

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલનાં સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં છે. જ્યારે અન્ય એક કેસમાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવશે.

  • Share this:
અમદાવાદ : હાર્દિક પટેલનાં રાજદ્રોહ કેસમાં કોર્ટની સુનાવણીમાં હાજર ન રહેતા ધરપકડ કરવામાં આવી હતી. તેમાં હાર્દિક પટેલનાં સેશન્સ કોર્ટમાં જામીન અરજીમાં સુનાવણી થઇ હતી. જેમાં આ અંગેનો ફેંસલો પાંચ વાગ્યા સુધી સુરક્ષિત રહેશે. જ્યારે અન્ય એક કેસમાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવશે. વર્ષ 2017માં ચૂંટણી પહેલા કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠાકોરનાં સમર્થનમાં હાર્દિકે જાહેરાત કરી હતી. જેના જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો. જેથી આજે સિદ્ધપુર પોલીસ અમદાવાદ પહોંચીને સાબરમતી જેલમાંથી હાર્દિક પટેલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

'ફરીવાર આવી ભૂલ નહીં થાય'

આ અંગે હાર્દિકનાં વકીલે જણાવ્યું છે કે, સેશન્સ કોર્ટે હાર્દિકનાં વકીલે કોર્ટમાં બાંહેઘરી આપી છે કે, ફરીવાર તે આવી ભૂલ નહીં કરે. તે હવે કોર્ટની શરતોનું પાલન કરશે. મહત્વનું છે કે, 24મી તારીખે હાર્દિક પટેલનાં રાજદ્રોહ કેસમાં ફરીથી સુનાવણી થશે.

કેમ હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી?

નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલની વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી પોલીસે ધરપકડ કરી હતી. રાજદ્રોહ કેસ મામલે હાર્દિકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં ગેરહાજર રહ્યાં હતા. ત્યારે કોર્ટે હાર્દિક સામે વોરંટ કાઢ્યું છે. કોર્ટે વારંવાર હાર્દિકને હાજર રહેવા સૂચના આપી હતી. હાર્દિકે કોર્ટની અરજ સામે આંખ આડા કાન કર્યા હતા. આ મામલે સેશન્સ કોર્ટે હાર્દિક સામે કડક પગલાં લીધાં છે. કોર્ટે હાર્દિકની હાજર રહેવામાંથી મુક્તિ માટે અરજી કરી હતી તે પણ ફગાવી દીધી છે. આજે આ મામલે કોર્ટે સુનાવણી હાથ ધરી હતી જેમાં ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યાં હતા. ત્યારે આ મામલે આગામી સુનાવણી 24મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો :  અમદાવાદ એરપોર્ટ પર 30મી જાન્યીઆરી સુધી વિઝિટર પાસ નહીં મળે, સુરક્ષામાં વધારો 
First published: January 22, 2020, 1:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading