કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને મ્હાત આપી, 101 દિવસ બાદ હૉસ્પિટલમાંથી રજા મળી

News18 Gujarati
Updated: October 1, 2020, 2:42 PM IST
કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને મ્હાત આપી, 101 દિવસ બાદ હૉસ્પિટલમાંથી રજા મળી
ભરતસિંહ સોલંકી, (ડિસ્ચાર્જ, સારવાર દરમિયાન અને કોરોના પહેલાની તસવીર)

કોરોના ઉપરાંત ભરતસિંહ સોલંકીને હાઈ બ્લડપ્રેશર, કીડની અને દમની સમસ્યા હતી. ભરતસિંહ 24 જૂનના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

  • Share this:
અમદાવાદ: કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki)એ કોરોનાને મ્હાત આપી દીધી છે. 101 દિવસ સુધી હૉસ્પિટલ ખાતે (Hospital) તેમની સારવાર ચાલી હતી. આજે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રસંગે તેઓએ ડૉક્ટર્સ (Doctors and nursing Staff) અને હૉસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો. સાથે જ કહ્યું હતું કે, તેમને આ નવું જીવન મળ્યું છે. આ ઉપરાંત તેમણે લોકોને માસ્ક (Mask) પહેરવાની તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવી રાખવાની અપીલ પણ કરી છે. ભરતસિંહે લોકોને ટકોર કરતા કહ્યું છે કે, કોરોના કોઈને પૂછીને નથી આવતો. આ માટે તકેદારી જરૂરી છે.

રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહ કોરોના પોઝિટિવ જણાયા હતા. શરૂઆતમાં તેઓને વડોદરા ખાતે સારવાર આપવામાં આવી હતી. જોકે, તેમની તબિયતમાં સુધારો ન થતાં તેઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. કોરોના ઉપરાંત ભરતસિંહ સોલંકીને હાઈ બ્લડપ્રેશર, કીડની અને દમની સમસ્યા હતી. ભરતસિંહ 24 જૂનના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદમાં તેઓને વડોદરાના માંજલપુર બેન્કર્સ સુપર સ્પેશિયલાટી હૉસ્પિટક ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદમાં તેઓને સાતમી જુલાઈના રોજ અમદાવાદની CIMS હૉસ્પિટલ ખાતે ખેસેડવામાં આવ્યા હતા. અહીં તેમની સતત સારવાર ચાલી હતી. આ દરમિયાન તેઓ સતત 51 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા.હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પહેલા ભરતસિંહે મીડિયા સાથેની વાતચીતમાં ડૉક્ટર્સનો આભાર માન્યો હતો. ભરતસિંહે જણાવ્યું હતું કે, "મને નવું જીવન મળ્યું છે. આ તકે હું ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો ખૂબ આભારી છું. કૉંગ્રેસના લાખો કાર્યકરોએ મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. મારા માટે આ એક ચમત્કાર જ છે. હૉસ્પિટલમાં જીવીશું કે મરીશું એવા સતત વિચારો આવતા હતા. સારવાર દરમિયાન અનેક મેડિકલ પ્રશ્નો પણ ઊભા થયા હતા. મારા માટે આ જેલ કરતા પણ વધારે અઘરો સમય હતો." (આ પણ વાંચો:  અમદાવાદીઓ માટે સારા સમાચાર: 17 માર્ચ પછી આજે ખૂલશે કાંકરિયા, જાણો શું ખૂલશે, શું નહીં ખૂલે)


ભરતસિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, "આખી દુનિયા આ રોગના ભરડામાં છે. આ રોગ ભયંકર હોવા છતાં જે લોકો હિંમત નથી હારતા અને ડૉક્ટર્સની સૂચના પ્રમાણે કામ કરે છે તેઓ ચોક્કસ સાજા થાય છે. હું જ્યારે લોકો વચ્ચે ફરતો હતો ત્યારે એવું લાગતું ન હતું કે આવું કંઈક થઈ શકે. મારા પહેલાના અને અત્યારના ફોટોમાં તમને તફાવત સ્પષ્ટ નજરે પડતો હશે. હૉસ્પિટલમાં રાત-દિવસ દીવાલ અને લાઇટો જોઈને સમય કાઢ્યો છે. બાકીનો સમય ભગવાનો ભરોસો કાઢ્યો છે. લોકોને મારી પ્રાર્થના છે કે કોરોના પૂછીને નથી આવતો. હું ખૂબ આત્મવિશ્વાસમાં હતો. મને હતું કે મને કંઈ નહીં થાય. કારણ કે મને તાવ સિવાય કંઈ ન હતું. હું લોકોને અપીલ કરું છું કે કોરોનાથી બચવા માટે માસ્ક જરૂર પહેરે. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ એટલું જ જરૂરી છે." (આ પણ વાંચો:  સુરત ડ્રગ્સ રેકેટમાં જાણીતી હોટલના માલિકનો વોન્ટેડ દીકરો ઝડપાયો, જીવે છે સ્ટાર જેવી લાઇફ)

અહેમદ પટેલે ભરતસિંહના ખબર અંતર પૂછ્યા

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે ફોન કરીને ભરતસિંહના ખબર અંતર પૂછ્યા છે. બીજી તરફ કૉંગ્રેસ નેતા અમિત ચાવડા, ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ બુધવારે સીમ્સ ખાતે ભરતસિંહની મુલાકાત લીધી હતી.
Published by: Vinod Zankhaliya
First published: October 1, 2020, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading