મેં કોંગ્રેસના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે ધારાસભ્ય પદેથી નહીં: અલ્પેશ ઠાકોર

News18 Gujarati
Updated: June 28, 2019, 9:44 AM IST
મેં કોંગ્રેસના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે ધારાસભ્ય પદેથી નહીં: અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરની તસવીર

કોંગ્રેસ નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે ગુજરાત હાઇકોર્ટમાં પોતાના રાજીનામાને લઇને એક સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં તેમણે પોતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ન હોવાની ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી.

  • Share this:
મયુર માંકડિયા, ગાંધીનગરઃ કોંગ્રેસ નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે ગુજરાત હાઇકોર્ટમાં પોતાના રાજીનામાને લઇને એક સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં તેમણે પોતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ન હોવાની ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી. જોકે, આ અંગે કોંગ્રેસ સહિત નેતાઓમાં હડકંપ મચી ગયા જેવી સ્થિતિ સર્જાઇ હતી. અલ્પેશ ઠાકોરે આ અંગે મીડિયા સમક્ષ આવીને વધુ માહિતી આપી હતી.

સોગંદનામા અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, તેમણે જણઆવ્યું હતું કે, કોર્ટમાં એક મેટર ચાલી રહી છે એ અંગે તેના વિશે હું વધારે કંઇ નહીં કહી શકું. પરંતુ કેટલાક સવાલોના જવાબ હું આપવા માગું છું. એ કે મેં પાર્ટીના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપ્યું છે. એ વખતે મેં ચોખવટ કરી હતી કે પાર્ટીના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપ્યું હતું. નહીં કે સભ્યમાંથી. આપ તમામને પણ ઓફધ રેકોર્ટ કહ્યું હતું કે, હું સભ્યપદમાંથી રાજીનામું નથી આપી રહ્યો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેં સભ્યપદમાંથી રાજીનામું આપ્યું નથી કારણે મારી રાધનપુરની જનતાના કામ કરવાના છે એટલે હું સરળતાથી ધારાસભ્ય પદ ના છોડી શકું. એટલે જે કંઇ બાબતોમાં ચોખવટ કરવામાંગુ છું કે મેં તમામ હદ્દાઓ ઉપરથી રાજીનામું આપ્યું અને ફરીથી પાછો ફરવાનો નથી. બીજી બાબત એ છે કે જે કંઇ હમણા ચાલી રહ્યું છે કોંગ્રેસ પાર્ટી 2019ની ચૂંટણીમાં જાણેકે અલ્પેશ ઠાકોર સામે ચૂંટણી હોય એમ અલ્પેશ ઠાકોરને કેવી રીતે બદનામ કરવા એેમની ઇમેજને ડેમેજ કરવી આમ બેફામ નિવેદનો કરવાની એમને આદત પડી ગઈ હતી.

આ પણ વાંચોઃ-લ્યો બોલો! અલ્પેશ ઠાકોરે હાઇકોર્ટમાં કહ્યું, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જ નથી

તેમણે કોંગ્રેસ અંગે જણાવતા કહ્યું કે, આ એજ પાર્ટી છે તે મનોમંથન કરતી નથી. પ્રજાની નાડ નથી પારખી શકતી. પ્રજાના મનને સમજવામાં ખૂબ જ નિષ્ફળ છે. પાર્ટીમાં રહેલા નેતા અને કાર્યકર્તાઓને સમજવામાં ઉણા ઉતર્યા છે. નેતાઓ પોતાની ખુરશીની ચિંતા કરે છે. 2019ની કરારી હાર થયા પછી તણ તેમના મોંઢા ઉપર કોઇજ પ્રકારનું દુઃખ નથી. અને હારની જવાબદારી લેવા માટે પણ કોઇ તૈયાર નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ગરીબ પ્રજા વિપક્ષમાં રહેલી પાર્ટીમાં પોતાના પ્રશ્નોની વાચા આપવાના સપના જોતી હોય ત્યારે પાર્ટીમાં રહેલા નેતાઓ ખોટી રીતે સરકારના વિરોધમાં ખોટા નિવેદનો કરતા હોય છે. નાની નાની બાબતોને પ્રોપોગેન્ડા બનાવીને સ્વયમની પ્રસિદ્ધિ માટેના કાર્યો કરતા હોય છે.
First published: June 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading