'ભાઉ પહેલા દિલ્હીથી સ્ક્રિપ્ટ લાવી બોલે, ભાજપ પ્રમુખ સી.આર.નું કોઇ વજુદ નથી, ભાજપ કોંગ્રેસ યુક્ત બની': અમિત ચાવડા


Updated: October 18, 2020, 7:06 PM IST
'ભાઉ પહેલા દિલ્હીથી સ્ક્રિપ્ટ લાવી બોલે, ભાજપ પ્રમુખ સી.આર.નું કોઇ વજુદ નથી, ભાજપ કોંગ્રેસ યુક્ત બની': અમિત ચાવડા
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યા પ્રહાર

અક્ષય પટેલ જાહેરમા નિવદેન આપ્યું હતુ કે, ૫૦ કરોડની ઓફર લોકસભા ચૂંટણીમાં કરવામાં આવી હતી. આથી સી આર ભાઉ વિનંતી છે કે, જે પણ બોલો તે દિલ્હી પૂછજો

  • Share this:
અમદાવાદ: ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ - કોંગ્રેસમાં પક્ષ બદલવાના સમાચાર હવે કોમન બન્યા છે. ત્યારે ભાજપ આઇટી સેલમાં ૨૦૦થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી સહિત વિસ્તારમાંથી કાર્યકર્તાઓ કેસરીઓ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.

આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતુ કે, કાર્યકર્તાઓને હવે ધીમે ધીમે ભાજપનો મ્હો ભંગ થઇ રહ્યો છે. સાયબર આર્મી તરીકે ભાજપ માટે કામ કર્યું પરંતુ લાંબા અનુભવ બાદ ખ્યાલ આવી ગયો કે, ભાજપે અત્યાર સુધી કાર્યકર્તાઓનો વિશ્વાસ ઘાત કર્યો છે. નહેરુ, ગાંધી અને સરદારનો ઇતિહાસ પાર્ટીઓએ રહેલ છે. કોંગ્રેસ અંગ્રેજો સામે લડી દેશને આઝાદી અપાવા પાર્ટીએ સ્થાપના થઇ હતી. આજે યુવાને દેશની જરૂર છે. યુવાનોને તાકાત આપવાનું કામ કોંગ્રેસ પક્ષે કર્યું છે. પંચાયતથી લઇ નગરપાલિકા સુધી જે યુવાનો અને મહિલાઓને પ્રતિનિધિત્વનું યોગદાન કોંગ્રેસનુ છે. કોંગ્રેસ પક્ષ તમામ યુવાનોનું સ્વાગત છે. કોંગ્રેસ તમારી શક્તિ ઉજાગર કરશે.

'#ગદ્દાર_જયચંદો_જવાબ_ આપો', પરેશ ધાનાણીએ ટ્વિટ કરી પક્ષ પલ્ટુઓ પર તાક્યું નિશાન

'#ગદ્દાર_જયચંદો_જવાબ_ આપો', પરેશ ધાનાણીએ ટ્વિટ કરી પક્ષ પલ્ટુઓ પર તાક્યું નિશાન

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતુ કે, સી આર ભાઉ પહેલા કહેતા હતા કે, કોંગ્રેસનાથી કોઇ આવશે ટિકીટ નહી આપીએ. ભાજપના નેતાઓ ટિકીટ આપીશું. પરંતુ સી આર ભાઉ જેટલા ગાજ્યા હતા તેટલા વરસ્યા નહીં. કરજણ ભાજપ ઉમેદવાર અક્ષય પટેલ જાહેરમા નિવદેન આપ્યું હતુ કે, ૫૦ કરોડની ઓફર લોકસભા ચૂંટણીમાં કરવામાં આવી હતી. આથી સી આર ભાઉ વિનંતી છે કે, જે પણ બોલો તે દિલ્હી પૂછજો. જે પણ નિવેદન આપો તે પહેલા સ્કિપટ દિલ્હી મંજૂર કરાવજો. કારણ કે તમે જે પણ નિવેદન આપો છે તેનું કોઇ વજુદ રહેતું નથી. ભાજપ આજે કોંગ્રેસ વગર ચાલી નહી શકે. પક્ષ છોડનાર નેતાઓ ગદ્દારી અને વિશ્વસઘાત પ્રજા અને પાર્ટી સાથે કર્યો છે. જનતા પેટા ચૂંટણીમાં જવાબ આપશે.

ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગી પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતુ કે, સી આર ભાઉ જેટલી કોંગ્રેસ ધારાસભ્ય તોડવાની ચિંતા કરે છે તેટલી ચિંતા ભાઉ ભાજપ નેતાઓ માટે કરવી જોઇએ. વરસો સુધી ભાજપના કાર્યકર્તા માત્ર પાથરણા પાથરવા માટે રહી ગયા છે. કોંગ્રેસ મુક્ત ભાષણ થયા પણ હવે લાગે છે કે ભાજપ કોંગ્રેસ યુક્ત થઇ ગઇ છે. કોંગ્રેસને ખતમ કરવામાં ભાજપ પોતે ખતમ ન થઈ જાય.
Published by: kiran mehta
First published: October 18, 2020, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading