કર્ણાટક સરકાર તોડવા ગુજરાતના એક વેપારી રૂપિયાનો કોથળો ભરી મુંબઈ ગયા હતા- અહેમદ પટેલ

News18 Gujarati
Updated: January 21, 2019, 3:30 PM IST
કર્ણાટક સરકાર તોડવા ગુજરાતના એક વેપારી રૂપિયાનો કોથળો ભરી મુંબઈ ગયા હતા- અહેમદ પટેલ
પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં કાર્યકરોને સંબોધતા અહેમદ પટેલ.

અહેમદ પટેલે કહ્યું કે, મહાગઠબંધન વિરુદ્ધ પીએમ મોદીએ બોલવાનું શરૂ કર્યું એટલે કહી શકાય કે તેમને ડર લાગી રહ્યો છે

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ

અમદાવાદ ખાતે આયોજિત પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીમાં અહેમદ પટેલે કાર્યકારોને આવનારી લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. અહેમદ પટેલે ભાજપ પર આરોપ મૂક્યો કે, જ્યાં તેમની સરકાર નથી હોતી ત્યાં કોઈ પણ રીતે તેને તોડવાનો પ્રયાસ કરે છે. પટેલે વધુમાં કહ્યું કે, કર્ણાટકની કોંગ્રેસ સરકાર તોડવા માટે ગુજરાતના એક વેપારી કોથળો ભરીને રૂપિયા લઈને મુંબઈ ગયા હતા. પરંતુ લોકશાહીથી રચાયેલી સરકાર તોડવામાં ભાજપ નિષ્ફળ રહ્યું.


અહેમદ પટેલે ભાજપ પર હુમલો કરતાં કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાતને શું ફાયદો થયો તે સરકારે કહેવું જોઈએ. વાયબ્રન્ટ ગુજરાતમાં કેટલું રોકાણ થયું તેના પર ભાજપ સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. આ કારોબારી બેઠકમાં ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.

9મી વાઇબ્રન્ટ સમટિમાં અમેરિકા અને યૂકે કેમ ન આવ્યું તે વાતની નવાઈ છે. કેટલું રોકાણ આવ્યું અને શું ફાયદો થયો એ ક્યાંય દેખાતું નથી. કેટલા કરાર થયા છે તે સરકારે બહાર પાડવું જોઈએ.

ગુજરાતની રૂપાણી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર સામે હુમલો કરતાં પટેલે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યનું દેવું વધી ગયું છે. 80 લાખ કરોડ કેન્દ્રનું દેવું છે જ્યારે 2થી 3 લાખ કરોડ ગુજરાતનું દેવું થઈ ગયું છે.

આ પણ વાંચો, ગુજરાતનાં 31 લાખ ગરીબોને 'ખોળ' અને વાઇબ્રન્ટનાં મહેમાનોને 13 હજારની થાળીનો 'ગોળ'મહાગઠબંધન પર પીએમ મોદીના નિવેદનને લઈ અહેમદ પટેલે કહ્યું કે, મહાગઠબંધન પર પીએમ મોદીએ બોલવાનું શરૂ કર્યું એટલે કહી શકાય કે તેમને ડર લાગી રહ્યો છે. ભાજપ સરકાર દાવો કરતી હતી કે 50 વર્ષ સુધી અમે રાજ કરીશું હવે કહી રહ્યા છે કે 200 વર્ષ સુધી પણ સત્તામાં નહીં આવ્યો.

આ ઉપરાંત અહેમદ પટેલે કહ્યું કે, આદિવાસીઓની હાલત કફોડી થઈ ગઈ છે. આદિવાસી સમાજની જમીન સરકાર લઈ રહી છે.
First published: January 21, 2019, 1:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading