સામાન્ય લોકોને રાહત આપવાનો ભાજપનો કોઇ એજન્ડા જ નથી: સાતવ

News18 Gujarati
Updated: April 11, 2018, 11:14 AM IST
સામાન્ય લોકોને રાહત આપવાનો ભાજપનો કોઇ એજન્ડા જ નથી: સાતવ
ફાઇલ ફોટો

  • Share this:
પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે મુલાકાતમાં ભાજપ પર નિશાનો સાધતા કહ્યું કે ભાજપ સરકાર અને વિપક્ષ બંનેનું કામ એક સાથે કરવા માંગે છે.

દિલ્હીથી આક્રોશ રેલી યોજાશે
તેમણે કહ્યું કે, 29મી એપ્રિલે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં દિલ્હી ખાતેથી આક્રોશ રેલી યોજાશે. આ ઈતિહાસની સૌથી મોટી આ રેલી બની રહેશે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમાં જોડાશે.

પ્રદેશમાં યુવકોને અપાશે મહત્વનું સ્થાન
ચિંતન શિબિરમાં ભાગ લેવા આવેલા રાજીવ સાતવે કહ્યું કે મે મહિનાના અંત સુધીમાં સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે. ટીમ અમિત ચાવડામાં યુવાઓને મહત્વનું સ્થાન આપવામાં આવશે.

નર્મદા પાણી વિવાદનર્મદા પાણી વિવાદ મામલે રાજીવ સાતવનું નિવેદન આપતા કહ્યું કે, ભાજપની સરકાર ખેડૂતો અને સામાન્ય લોકોના હિતમાં કામ નથી કરતી. ભાજપની સરકાર વિકાસની માત્ર વાતો કરે છે. સામાન્ય લોકોને રાહત આપવાનો ભાજપ સરકારનો એજન્ડા જ નથી. મેઘા પાટકરના સમર્થન કરતા ટ્વિટ પર રાજીવ સાતવનું નિવેદન આપતા કહ્યું કે, સરકાર ખેડૂતો, રોજગારી સહિતના મુદ્દાઓ પર ચર્ચાથી બચવા માગે છે. મુદ્દાઓથી બચવા આવા ઇસ્યુ ઉભા કરે છે.

લોકસભામાં પ્રથમ વખત ગુજરાત મોડલ
લોકસભામાં કામ ન થાય તે સરકારનો એજન્ડા છે. લોકસભામાં પ્રથમ વખત ગુજરાત મોડલ જોવા મળ્યું. મુખ્ય મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા પીએમ ઉપવાસ કરી રહ્યાં છે. ભાજપ સરકાર સત્તા ચલાવવામાં નિષ્ફળ રહી છે.
First published: April 11, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading