Home /News /madhya-gujarat /અમદાવાદ : કોંગ્રેસ પક્ષની માંગણી, કોરોના વેક્સિન દેશની જનતાને મફતમાં મળવી જોઇએ

અમદાવાદ : કોંગ્રેસ પક્ષની માંગણી, કોરોના વેક્સિન દેશની જનતાને મફતમાં મળવી જોઇએ

અમદાવાદ : કોંગ્રેસ પક્ષની માંગણી, કોરોના વેક્સિન દેશની જનતાને મફતમાં મળવી જોઇએ

કોંગ્રેસ શાસન કાળમાં પોલિયો, ઓરી , શીતળા, ધનુરની રસીઓ વિના મુલ્યે આપવામાં આવી છે

અમદાવાદ : 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોના વેક્સિન રસીકરણ અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. કોરોના વેક્સિન કોરોના વોરિયર્સ, ફન્ટલાઇન વર્કર્સ અને 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન ફ્રી આપવાના આવશે. પરંતુ સામાન્ય જનતાને વેક્સિન ક્યારે અને શું ખર્ચે અપાશે તેની કોઇ ચોખવટ કરાઇ નથી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કોગ્રેસ નેતા ડો જીતુભાઇ પટેલે પત્રકાર પરિષદ કરી ભારત સરકાર પાસે માંગ કરી છે કે કોરોના વેક્સિન સામાન્ય જનતાને પણ વિના મુલ્યે આપવાના આવે.

અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપના અણઘડ વહિવટના કારણે અનેક લોકો મોત થયા છે. માસ્ક, સેનિટાઇઝર નામે ભાજપે ભ્રષ્ટચાર કર્યો છે. આ મહામારીમાં ખાનગી હોસ્પિટલોને જનતા પાસે પૈસા લૂંટવાનો પરવાનો આપ્યો છે. વેક્સિન આવે તે આવકારદાયક છે. ભૂતકાળમા કોંગ્રેસ સરકારે પોલિયો, અછબળા જેવા અનેક રસીકરણ કાર્યક્રમ વિના મુલ્યે કર્યા હતા. સરકારની પ્રથામિક ફરજ બને છે કે વેક્સિન લોકોને વિના મુલ્યે આપવી જોઇએ.

આ પણ વાંચો - અમદાવાદના ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહિની એન્જીનિયર યુવક ચોરી ગયો હતો, કર્યો આવો ખુલાસો

કોંગ્રેસ નેતા અને ડો જીતુભાઇ પટેલે નિવેદન આપતા કહ્યું હતુ કે ભાજપ સરકારે નાટ્યાત્મક કાર્યક્રમ કર્યા. કોરોના મહામારીમાં લોકો પાસે ભેગા કરી થાળી વગાડી અને પીએમ મોદીએ વેક્સિન ટુરિઝમ કાર્યક્રમ કર્યો. સરકાર વેક્સિનની 200માં ખરીદી કરશે અને સામાન્ય જનતાને 1000માં વેચવા માટે પરવાનો આપી ઉદ્યોગપતિઓને બમણી કમાણી કરવાનો કારસો મોદી સરકાર કર્યો છે. ભૂતકાળમા કોંગ્રેસ સરકારે અનેક રસીઓ ફ્રીમાં આપી હતી. કોંગ્રેસની માંગણી છે કે વિના મુલ્યે આ રસી મળવી જોઇએ. પીએમ મોદીએ પહેલા વેક્સિન લેવી જોઇએ.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ કરેલી ભરતીની જાહેરાત બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતુ કે દેશમાં અને ગુજરાતમાં યુવા બેરોજગારની સંખ્યા વધી છે. સરકાર માત્ર કાગળ પર જાહેરાતો કરે છે. સરકાર પાસે અપેક્ષા છે કે માત્ર જાહેર ના રહે ભરતી પણ થાય. ભૂતકાળમા અનેક પરીક્ષાઓની જાહેરાત થઇ છે પરંતુ હજુ નોકરી અપાઇ નથી. પરીક્ષાઓ લેવાઇ પણ હજુ પરિણામ આવ્યા નથી. સરકાર માત્ર જાહેરાત કરી છટકી જાય છે.
First published:

Tags: Corona vaccine, Vaccine, કોંગ્રેસ, કોરોના