બિન-સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપથી ખળભળાટ, કૉંગ્રેસે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યાં

News18 Gujarati
Updated: November 29, 2019, 1:04 PM IST

સુરેન્દ્રનગરની બે સ્કૂલોમાં પરીક્ષાર્થીઓ ગેરરીતિ કરી રહ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ કૉંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવ્યાં.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ખૂબ વિવાદ બાદ લેવામાં આવેલી બિન-સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ બાદ હોબાળો મચી ગયો છે. કૉંગ્રેસ પાર્ટીએ આ મામલે સુરેન્દ્રનગરના બે સેન્ટરો પર ગેરરીતિ થઈ હોવાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. કૉંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થીઓ ચીઠ્ઠી સાથે પરીક્ષા આપી રહ્યાનું જોઈ શકાય છે. આ મામલો સામે આવતા જ હોબાળો મચી ગયો છે, તેમજ વિદ્યાર્થીઓએ પરીક્ષાને રદ કરવાની માંગણી કરી છે.

આ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કોઈ પણ કોમેન્ટ કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ ઉપરાંત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ મામલે કંઈ કહેવાનો ઇન્કાર કર્યો છે.

કઈ કઈ સ્કૂલોમાં ગેરરીતિ થઈ?

કૉંગ્રેસે જાહેર કરેલા સીસીટીવી ફૂટેજ પ્રમાણે વઢવાણ ખાતે આવેલી શ્રી.એસ.એન. વિદ્યાલય અને વઢવાણની જ શ્રી. સી.યુ.શાહ ઇંગ્લિશ સ્કૂલમાં ગેરરીતિ જોવા મળી હતી.

સુરેન્દ્રનગર ઉપરાંત અન્ય સેન્ટરોમાં પણ ગેરરીતિ થયાનો કૉંગ્રેસનો આક્ષેપ.


નોંધનીય છે કે તા. 17.11.2019ના રોજ બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવી હતી. 10 લાખથી વધારે પરીક્ષાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ પહેલા ધોરણ-12 પાસ ઉમેદવારો પરીક્ષા ન આપી શકે તેવી જાહેરાત કરીને સરકારે પરીક્ષા રદ કરી હતી. જે બાદમાં હોબાળો થતાં સરકારે ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે તેવી જાહેરાત સાથે ફરીથી પરીક્ષા લીધી હતી.
સુરેન્દ્રનગર ઉપરાંત અન્ય સેન્ટરોમાં પણ ગેરરીતિ થયાનો કૉંગ્રેસનો આક્ષેપ.


અનેક સેન્ટરોમાં ગેરરીતિ થયાનો કૉંગ્રેસનો દાવો 

કૉંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો છે કે ફક્ત સુરેન્દ્રનગર જ નહીં તેમને પંચમહાલ, ભાવનગર, મહેસાણા, સુરત, ગીર-સોમનાથ સહિત અનેક સેન્ટરોમાં પણ ગેરરીતિ થઈ હોવાની માહિતી મળી છે. જેમાં વર્ગખંડોમાં સામૂહિક ચોરી કરાવવામાં આવી હોય, પેપર ગાયબ કરી દેવામાં આવ્યું હોય, પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર ફોનમાં વ્યસ્ત હોય સહિતની ફરિયાદો મળી છે. અનેક જગ્યાએ સમય પૂરો થયો હોવા છતાં પણ પેપર લખવા દેવામાં આવ્યું હતું.
First published: November 29, 2019, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading