Home /News /madhya-gujarat /

પેટાચૂંટણી : કૉંગ્રેસે જાહેર કરી 'સુપર-30'ની યાદી, BJPનાં સ્ટાર પ્રચારકોને આપશે પડકાર

પેટાચૂંટણી : કૉંગ્રેસે જાહેર કરી 'સુપર-30'ની યાદી, BJPનાં સ્ટાર પ્રચારકોને આપશે પડકાર

આ યાદીમાં કૉંગ્રેસે યુવા અને પીઢ નેતાઓનો સમાવેશ કર્યો છે.

વિધાનસભાની 8 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કર્યા બાદ કૉંગ્રેસે પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનું (Gujarat By poll) રણસિગુ ફૂંકાઇ ગયું છે. બંને મુખ્ય રાજકીય પાર્ટીઓ જીતના દાવો કરી રહી છે . ભાજપ-કૉંગ્રેસનેતાઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે . ઉમદેવારો જન સંપર્ક કાર્યલાય તેમજ મતદાકોરો સુધી પહોંચવા માટે અલગ અલગ માધ્યમથી પ્રયાસ કરી રહ્યા છે . ત્યારે કૉંગ્રેસપક્ષ દ્વારા ચૂંટણી (congress 30 Star campaigners) પ્રચાર માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે . પ્રદેશ કૉંગ્રેસપ્રમુખ અમિત ચાવડા (Amit Chavada), વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) , પ્રભારી રાજીવ સાતવ (Rajiv Satav) , કૉંગ્રેસવરિષ્ઠ નેતા અહેમદ પટેલ (Ahemad Patel) , અર્જૂનભાઇ મોઢવાડીયા (Arjun Modhwadia) , હાર્દિક પટેલ (Hardiok Patel) સહિત ધારાસભ્યો પસંદગી સ્ટાર પ્રચારક તરીકે કરવાના આવી  છે .

કૉંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા બેઠક દિઠ પ્રચાર કરી શકાય તે માટે આયોજન કરાયું છે . આગામી ૨૨ ઓક્ટોબર બાદ તમામ સિનિયર નેતાઓ પ્રચાર શરૂ કરશે . નેતાઓની ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા, રેલ અને બેઠક કરાશે. 31 ઓક્ટોબરના રોજ કૉંગ્રેસ દ્વારા તમામ બેઠક દિઠ નગરપાલિકા કક્ષાએ સભાઓ સંબોધન કરાશે .NSUI , યુથ કૉંગ્રેસ , સેવાદળ અને મહિલા કૉંગ્રેસ દ્વારા ગામડાઓનો જઇ ડોર ટુડોર પ્રચાર કરાશે.

આ પણ વાંચો : વિધાનસભાની પેટાચૂંટણી માટે BJPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, પૂર્વ પ્રદેશ પ્રમુખનું નામ ગાયબ

કૉંગ્રેસપક્ષ દ્વારા આ પહેલા બેઠક દિઠ એક સિનિયર નેતાને પ્રભારી બનાવાયા છે જેની તમામ જવબાદરી ચૂંટણી માટેની રહેશે . ઉમેદવારના પ્રવાસથી લઇ તેઓ ક્યા મુદ્દાઓ સાથે જનતા સમક્ષ જશે તેનો પણ નિર્ણય બેઠક પ્રભારી કરશે.

કૉંગ્રેસ પક્ષ દ્વારા ડિઝીટલ માધ્યમથી પણ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. સોશિયલ મિડીયા માધ્યમથી વિશ્વાસઘાત અને ગદાર જયચંદ જવાબ આપો નો ટેન્ડર શરૂ કરાયો છે. કૉંગ્રેસપક્ષના કાર્યકર્તાઓ દ્વારા વિશ્વાસઘાત કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે.  આઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે કૉંગ્રેસકોઇ પણ કસર છોડવા માંગતી નથી.

આ પણ વાંચો :  ડાંગ : માજીધારાસભ્ય મંગળ ગાવિત પેટાચૂંટણી પહેલા BJPમાં જોડાયા, કેસરિયા કર્યા બાદ કહી આ વાત

કૉંગ્રેસ દરેક મોર્ચે લડી લેવાના મૂડમા છે. વર્ષ 2017માં આ તમામ બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો હતો, પરંતુ રાજ્યસભાની ચૂંટણીના પગલે આઠ ધારાસભ્ય રાજીનામા આપતા ખાલી પડેલ બેઠક પર ચૂંટણી થવા જઇ રહી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી બાદ કૉંગ્રેસે પણ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી દીધા છે.

આ પ્રચારકો કરશે પ્રચાર, BJPના સ્ટાર પ્રચારકોને ફેંકશે પડકાર

અહેમદ પટેલ, રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, દિપક બાબરિયા, મધૂસૂદન મિસ્ત્રી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ, નરેશ રાવલ, ડૉ.તુષાર ચૌધરી, લાલજી ભાઈ દેસાઈ, અમીબેન યાજ્ઞિક, નારણ રાઠવા, જીતેન્દ્ર બઘેલ, બિશ્વરંજન મોહંતી, સાગર રાયકા, કાદીર પીરઝાદા, જગદીશ ઠાકોર, રાજુ પરમાર, સી.જે. ચાવડા, શૈલેષ પરમાર, ડૉ.જીતુ પટેલ, ગૌરવ પંડ્યા, કિશન પટેલ, વિરજી ઠુમ્મર, ગ્યાસુદ્દીન શેખ, અશોક પંજાબી

સ્ટાર પ્રચાર યાદીમાં કોંગ્રેસ ફ્રન્ટલ હોદ્દદારો કેમ નહી?

જયરાજસિંહ પરમાર અને મનિષ દોશી જેવા પ્રવક્તા ની પણ બાદબાકી,યાદીથી કોંગ્રેસમાં નેતાઓની બાદબાકી, ઉમાકાંત માંકડે બળાપો કાઢ્યો. ઉમાકાંત માંકડે લખ્યું હતું કે જયરાજસિંહ પરમાર, મનિષ દોશી, રોહન ગુપ્તા, પ્રગતિ આહિર વગેરે જેવા ફ્રન્ટલ નેતાઓને સ્ટારપ્રચારકોમાંથી શા માટે બાકાત રાખવામાં આવ્યા છે. આવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો :  '#ગદ્દાર_જયચંદો_જવાબ_ આપો', પરેશ ધાનાણીએ ટ્વિટ કરી પક્ષ પલ્ટુઓ પર તાક્યું નિશાન
Published by:Jay Mishra
First published:

Tags: Elections, Gujarat Bypoll, Gujarat Bypoll 2020, Gujarat Congress, રાજકારણ

આગામી સમાચાર