કોંગ્રેસના વધુ બે નામ જાહેર : અલ્પેશ સામે રઘુ દેસાઈ, ખેરાલુથી બાબુજી ઠાકોરને ટિકિટ

News18 Gujarati
Updated: September 30, 2019, 11:33 AM IST
કોંગ્રેસના વધુ બે નામ જાહેર : અલ્પેશ સામે રઘુ દેસાઈ, ખેરાલુથી બાબુજી ઠાકોરને ટિકિટ
રઘુ દેસાઈ, અલ્પેશ ઠાકોર

ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે વધુ બે નામ જાહેર કર્યાં.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : કોંગ્રેસે વધુ બે બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જેમાં રાધનપુર બેઠક પરથી રઘુ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. આમ હવે રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસના રઘુ દેસાઈની ટક્કર થશે. જ્યારે ખેરાલુ બેઠક પર બે ઠાકોર નેતાઓ વચ્ચે ટક્કર જામશે.

સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ:

નોંધનીય છે કે આજે વિધાનસભાની છ બેઠકની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ભાજપે રવિવારે રાત્રે જ તમામ બેઠક પર નામ જાહેર કરી દીધા હતા. જ્યારે કોંગ્રેસે ચાર બેઠક પર નામ જાહેર કર્યા હતા. જે બાદમાં આજે (સોમવારે) વધુ બે નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ તરફથી તમામ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવતા હવે કઈ બેઠક પર કોની ટક્કર થશે તે ચિત્ર સ્પષ્ટ થયું છે.કઈ બેઠક પર કોની સામે કોની મુકાબલો :

બેઠક ભાજપ કોંગ્રેસ
રાધનપુર અલ્પેશ ઠાકોર રઘુ દેસાઈ
બાયડ ધવલસિંહ  ઝાલા જશુભાઈ પટેલ
ખેરાલુ અજમલ ઠાકોર બાબુજી ઠાકોર
લુણાવાડા જીગ્નેશ સેવક ગુલાબસિંહ ચૌહાણ
અમરાઈવાડી જગદીશ પટેલ ધર્મેન્દ્ર પટેલ
થરાદ જીવાભાઈ પટેલ ગુલાબસિંહ રાજપૂત

આ પણ વાંચો : પેટા ચૂંટણી : ભાજપ Vs કોંગ્રેસ, જાણો કઈ બેઠક પર કોની સામે કોની ટક્કર?
First published: September 30, 2019, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading