AMCમાં કચરા કૌભાંડ, પૂર્વ ઝોનમાં 72 સ્થળે કચરા ટ્રોલી મૂકાઇ ન હોવા છતાં બિલ ચૂકવાયા

News18 Gujarati
Updated: October 28, 2020, 5:34 PM IST
AMCમાં કચરા કૌભાંડ, પૂર્વ ઝોનમાં 72 સ્થળે કચરા ટ્રોલી મૂકાઇ ન હોવા છતાં બિલ ચૂકવાયા
પ્રતિકાત્મક તસવીર

ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે વિજીલન્સ તપાસની કરી માંગ, પૂર્વ ઝોન સિવાય અન્ય વોર્ડમાં પણ તપાસ કરવાની માંગ.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં એક પછી એક કૌભાંડની હારમાળા બની રહી છે. એએમસી સોલિડ વેસ્ટ વિભાગે પીરાણા ટ્રોમિલ કૌભાંડ બાદ હવે શહેરના ચાર રસ્તા પર રહેલા સિલ્વર ટ્રોલી કૌભાંડ થયું હોવાનો આરોપ ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખ લગાવ્યો છે. આ મામલે તેમણે તપાસની માંગણી કરી છે. કાઉન્સિલર ઇકબાલ શેખે જણાવ્યુ હતુ કે, એએમસી સોલિડ વેસ્ટ વિભાગ અને આરોગ્ય વિભાગના અલગ અલગ આર.ટી.આઇ (RTI) કરવામાં આવી હતી. જેમાં ચોકવનારી માહિતી બહાર આવી છે.

શેખે એએમસી તંત્ર અને સત્તાધીશો પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં એએમસી દ્વારા કચરા માટે મૂકવામાં આવેલી સિલ્વર ટ્રોલીમાં મોટું કૌભાંડ થયું છે. પૂર્વ ઝોનમાં 72 સ્થળ પર માત્ર કાગળ પર કચરા ટ્રોલી મૂકવામાં આવી હતી અને આ માટે બારોબાર વર્ષે કરોડો રૂપિયાના બિલની ચૂકવણી કરી દેવામાં આવી છે. એએમસી એક શિફ્ટના બે હજાર રૂપિયા ચૂકવે છે. જો સરેરાશ ત્રણથી વધુ શિફ્ટના કામ કરી છ હજાર રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવામા આવે તો વર્ષે માત્ર પૂર્વ ઝોનમાં અઢી કરોડ રૂપિયા તો માત્ર કાગળ પર રહેલા ટ્રોલીના બિલ તરીકે ચૂકવી દેવામાં આવ્યા છે.



વધુમાં શેખ આરોપ લગાવતા કહ્યું હતુ કે હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગના આંકડાઓમાં તફાવત છે. નિકોલ વોર્ડ એએમસી ટ્રોલી મુક્ત જાહેર કર્યો છે છતાં નિકોલ વોર્ડમાં એએમસી દ્વારા 22 ટ્રોલી મૂકી બારોબાર કાગળ પર રાખી બિલ ચૂકવી દેવામાં આવ્યા છે. આ મામલે શેખ તરફથી સમગ્ર ઘટનાની વિજીલન્સ તપાસની માંગ કરવામાં આવી છે.

આ પણ જુઓ-
આ અંગે સત્તાધીશોમાંથી હેલ્થ કમિટી ચેરમેન પરેશ પટેલને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ આ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું રટણ કર્યું હતું. એએમસીની કામગીરી પર સવાલ ઉઠ્યા છે કે એક ઝોનમાં વર્ષે અઢી કરોડનું કૌભાંડ થયું હોય તો અન્ય વોર્ડમાં શું સ્થિત હશે? માનિતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા કાગળ પર ટ્રોલી મૂકી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને પ્રજાના ટેક્સના રૂપિયા ચાંઉ કર્યા હોવાની ચર્ચા ઊઠી છે.
Published by: Vinod Zankhaliya
First published: October 28, 2020, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading