દારૂબંધીના 'બ્રાન્ડ એમ્બેસેડર' અલ્પેશ પાસે દારૂના અડ્ડાઓનું લિસ્ટ છે, રૂપાણી દરોડા પાડે: કૉંગ્રેસ

News18 Gujarati
Updated: October 9, 2019, 10:38 AM IST
દારૂબંધીના 'બ્રાન્ડ એમ્બેસેડર' અલ્પેશ પાસે દારૂના અડ્ડાઓનું લિસ્ટ છે, રૂપાણી દરોડા પાડે: કૉંગ્રેસ
પ્રતિકાત્મક તસવીર

અશોક ગહલોત વિવાદમાં કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ગુજરાત સરકાર અને અલ્પેશ ઠાકોરને આડે હાથ લીધા છે.

  • Share this:
પ્રણવ પટેલ; અમદાવાદ: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે (Ashok Gahlot) ગુજરાતમાં દારૂ પીવાય છે એ સંદર્ભે કરેલા નિવેદને રાજકીય સ્વરૂપ ધારણ કરી દીધુ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) અશોક ગહલોતને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે, આ નિવેદન આપવા બદલ શોક ગહલોત ગુજરાતની માંફી માંગે તેમજ તેમની હિંમત હોય, તો પહેલા રાજસ્થાનમાં દારૂ બંધ કરે.

આ વિવાદમાં કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે (Jayrajsinh Parmar) ગુજરાત સરકાર અને અલ્પેશ ઠાકોરને (Alpesh Thakore) આડે હાથ લીધા છે. જયરાજસિંહ પરમારે જણાવ્યુ કે, અલ્પેશ ઠાકોર પાસે દારૂના અડ્ડાઓનું લિસ્ટ છે અને આ લિસ્ટ લઇ તે વિજય રૂપાણી સરકાર સામે દરોડા પાડે., અશોક ગહલોતનું મોઢું બધ કરવવા નિકળેલી રૂપાણી સરકાર પહેલા ગુજરાતમાં દારૂના અંડ્ડા બંધ કરાવે,”.

તેમણે વધુમાં જણાવ્યુ કે, અલ્પેશ ઠાકોરે ભાજપ સરકારને ગુજરાતમાં ચાલતા દારૂના અડ્ડાઓનું લિસ્ટ આપેલું જ છે તેને સાચવી રાખવા જેટલી સભાનતા જો વિજયએ રાખી હશે, તો હાલ તેમનું કામ સરળ થઈ પડશે. વિજય રૂપાણી નિવેદનો કરવાના બદલે આ તમામ માહિતીના આધારે અલ્પેશ ઠાકોરને કારમાં બેસાડી નીકળી પડે, તો ચોવીસ કલાકમાં ગહલોત સાચા કે રૂપાણી એ જાહેર થઈ જશે. દારૂનું દારૂ અને રૂપાણીનું પાણી બન્ને મપાઈ જાય,”.

જયરાજસિંહએ આક્ષેપ કર્યો કે, દારૂબંધીના બ્રાન્ડ એમ્બેસેડર અલ્પેશ ઠાકોર હવે સામે નહીં પરંતુ રૂપાણીની સાથે જ છે. અલ્પેશને સરકારના બાતમીદાર બનાવી ગુજરાતને સંપુર્ણ દારૂમુક્ત કરી બતાવે. બાકી, ગાંધીના ગુજરાતમાં ગાંધી આશ્રમની નજીક પણ દારૂ વેચાય છે તેની હકીકત સૌ જાણે છે,”.
First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading