Home /News /madhya-gujarat /કોંગ્રેસની યાદી: તુષાર ચૌધરી, જગદીશ ઠાકોરને મળી શકે છે ટિકિટ

કોંગ્રેસની યાદી: તુષાર ચૌધરી, જગદીશ ઠાકોરને મળી શકે છે ટિકિટ

જગદીશ ઠાકોર, તુષાર ચૌધરી

આ પહેલા કોંગ્રેસ તરફથી ગુજરાતની ચાર બેઠક માટે નામ જાહેર થઈ ચુક્યા છે.

    પ્રણવ પટેલ, અમદાવાદ : બુધવારે સાંજે કોંગ્રેસની CEC (સેન્ટ્રલ ઇલેક્શન કમિટિ) તરફથી આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના આઠ નામની જાહેરાત કરવામાં આવશે. સાંજે મળનારી સીઈસીની બેઠક દરમિયાન ગુજરાતની આઠ બેઠકના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે. સીઈસી તરફથી કોના નામ પર મહોર મારવામાં આવી શકે છે કે અંગે ન્યૂઝ18 ગુજરાતીને Exclusive માહિતી મળી છે. જે પ્રમાણે બારડોલીની બેઠક પરથી તુષાર ચૌધરીના નામ પર અંતિમ મહોર લાગી શકે છે.

    કઈ બેઠક પર કોનું નામ?

    ન્યૂઝ18 ગુજરાતીને મળેલી માહિતી પ્રમાણે કચ્છની બેઠક પરથી નરેશ મહેશ્વરી, પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોર, ગાંધીનગર બેઠક પરથી સી.જે. ચાવડા, નવસારી બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ અને બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરીના નામ પર અંતિમ મહોર લાગી શકે છે.

    આ પણ વાંચો : 'હવે કયા મોઢે મત માંગવા જશો?' કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા MLAને એક મતદારનો પ્રશ્ન

    ચાર નામ જાહેર થઈ ચુક્યા છે જાહેર

    આ પહેલા કોંગ્રેસ તરફથી ગુજરાતની ચાર બેઠક માટે નામ જાહેર થઈ ચુક્યા છે. જે પ્રમાણે આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી, અમદાવાદ પશ્ચિમ બેઠક પર રાજુ પરમાર, વડોદરા બેઠક પર પ્રશાંત પટેલ અને છોટાઉદેપુર બેઠક પર રણજીત રાઠવા ચૂંટણી લડશે.

    કોણ છે જગદીશ ઠાકોર?

    જગદીશ ઠાકોર પાટણના દિગ્ગજ કોંગ્રેસી નેતા છે. ઠાકોર સમાજના મોત પર તેમનું પ્રભુત્વ છે. 2009ની લોકસબાની ચૂંટણીમાં તેઓ પાટણ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ પહેલા તેઓ બે વખત દહેગામ બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. જગદીશ ઠાકોરની જન્મ અમદાવાદમાં થયો હતો. તેમને સંતાનોમાં બે દીકરા અને ત્રણ દીકરી છે.

    કોણ છે તુષાર ચૌધરી?

    તુષાર ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે. 2004માં તેઓ માંડવી બેઠક પરથી અને 2009માં તેઓ બારડોલી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. તુષાર ચૌધરીનો જન્મ વાપીમાં થયો છે. તેમનો પરિવાર સુરતમાં રહે છે. તુષાર ચૌધરીને સંતાનોમાં એક દીકરી અને એક દીકરો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CEC, Election 2019, Lok sabha election 2019, કોંગ્રેસ, રાહુલ ગાંધી

    विज्ञापन
    विज्ञापन