ધુળેટીએ કોંગ્રેસ વધુ 6 ઉમેદવારના નામ કરશે જાહેર, આ નામ લગભગ નક્કી

News18 Gujarati
Updated: March 21, 2019, 7:47 AM IST
ધુળેટીએ કોંગ્રેસ વધુ 6 ઉમેદવારના નામ કરશે જાહેર, આ નામ લગભગ નક્કી
28 માર્ચ સુધીમાં કોંગ્રેસ તમામ 26 બેઠકોના નામની જાહેરાત કરી દેશે. આ માહિતી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી

28 માર્ચ સુધીમાં કોંગ્રેસ તમામ 26 બેઠકોના નામની જાહેરાત કરી દેશે. આ માહિતી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી

  • Share this:
પ્રણવ પટેલ - અમદાવાદ

કોંગ્રેસે ગુજરાતની વધુ 6 બેઠકને આપી છે મંજૂરી. ધૂળેટીએ કોંગ્રેસ વધુ 6 બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરશે. હજુ એક સીઈસીની બેઠક મળશે, ત્યારબાદ 28 માર્ચ સુધીમાં કોંગ્રેસ તમામ 26 બેઠકોના નામની જાહેરાત કરી દેશે. આ માહિતી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે.

News18ને સૂત્રોના હવાલે મળેલી જાણકારી મુજબ કોંગ્રેસ ધૂળેટીએ જે 6 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવાની છે, તે નામ કયા હશે તે અમે તમને જણાવીશું. આ પહેલા પણ કોંગ્રેસે પ્રથમ ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, ત્યારે પણ ન્યૂઝ18એ સૌથી પહેલા તેમના નામ જણાવ્યા હતા. તો આવતીકાલે જાહેર કરવામાં આવનાર કયા 6 સંભવીત ઉમેદવારના નામ લગભગ નક્કી છે, તે પણ અમે તમને જણાવી દઈએ.

આ નામ લગભગ નક્કી

1 - પંચમહાલથી બી.કે. ખાંટ. 2 - કચ્છથી નરેશ મહેશ્વરી. 3 - ગાંધીનગરથી સીજે ચાવડા. 4 - નવસારીથી ધર્મેશ પટેલ. 5 - બારડોલીથી તુષાર ચૌધરીનું નામ ધૂળેટીએ કોંગ્રેસ જણાવી શકે છે. કોંગ્રેસ જે 6 ઉમેદવારોના નામનું લીસ્ટ તૈયાર કર્યું છે, તેમાં આ લોકોના નામ લગભગ નક્કી છે. કોંગ્રેસ આવતીકાલે સત્તાવાર પોતાના અગામી 6 ઉમેદવારના નામ જાહેર કરશે

તમને જણાવી દઈએ કે, આ પહેલા કોંગ્રેસે ઉમેદવારનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું હતું, તેમાં ગુજરાતના ચાર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 1 - અમદાવાદ વેસ્ટથી રાજુ પરમાર. 2 - આણંદથી ભરતસિંહ સોલંકી. 3 - વડોદરાથી પ્રશાંત પટેલ અને છોટા ઉદેપુરથી રણજીત રાઠવાનું નામ જાહેર કર્યું હતું. હવે આવતીકાલે 6 ઉમેદવારના નામની જાહેરાત કરશે, ત્યારે 28 માર્ચ પહેલા બાકી 16 ઉમેદવાર એટલે કે તમામ 26 ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવશે.અમિત ચાવડાએ આ બેઠક બાદ જણાવ્યું કે, આજે કોંગ્રેસ ચૂંટણી સમિતીની બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાતની બેઠકોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં 6 જેટલી બેઠકોને મંજૂરી આપી દેવામાં આવી છે, અને આવતીકાલે વિધિવત રીતે તેની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ અગામી ત્રણેક દિવસમાં ફરી સીઈસીની બેઠક મળશે અને બીજી બાકી સીટોના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી દેવામાં આવશે.
First published: March 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading