Home /News /madhya-gujarat /

યૂપી મિશન 2017: ફોનની એક ઘંટડી વાગી અને એક થઇ ગયા સપા કોંગ્રેસ

યૂપી મિશન 2017: ફોનની એક ઘંટડી વાગી અને એક થઇ ગયા સપા કોંગ્રેસ

ઘણી માથાકૂટ બાદ છેવટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ છેવટે એક થયા છે. વિધાનસભા ચૂંટણી લડવા માટે બંને પાર્ટી એક થઇ છે અને સાથે મેદાને જંગમાં ઉતરવાનો સાહસિક નિર્ણય લીધો છે.

ઘણી માથાકૂટ બાદ છેવટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ છેવટે એક થયા છે. વિધાનસભા ચૂંટણી લડવા માટે બંને પાર્ટી એક થઇ છે અને સાથે મેદાને જંગમાં ઉતરવાનો સાહસિક નિર્ણય લીધો છે.

નવી દિલ્હી #ઘણી માથાકૂટ બાદ છેવટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ છેવટે એક થયા છે. વિધાનસભા ચૂંટણી લડવા માટે બંને પાર્ટી એક થઇ છે અને સાથે મેદાને જંગમાં ઉતરવાનો સાહસિક નિર્ણય લીધો છે.

આવામાં એક સવાલ થવો સ્વાભાવિક છે કે, આવું એકાએક કેવી રીતે થયું કે જ્યાં બંને એકબીજા સાથે વાત કરવા પણ તૈયાર ન હતા અને અચાનક સાથે ગઠબંધન કરી દીધું. સુત્રોનું માનીએ તો અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધી વચ્ચે થયેલી વાતચીત દરમિયાન આ ગઠબંધનને મ્હોર લાગી છે. સપા 298 અને કોંગ્રેસ 105 બેઠકો પર સાથે ચૂંટણી લડશે.

સપાના કેટલાય નેતાઓ કહેતા હતા કે કોંગ્રેસ અને સપાના મોટા નેતાઓ આ ગઠબંધનને લઇને તૈયાર નથી. કોંગ્રેસની જીદ બાદ શનિવારે સપાનું વલણ જોતાં એવું પ્રતિત થતું હતું કે બંને અલગ અલગ ચૂંટણી લડશે. પરંતુ આ દરમિયાન પ્રિયંકા ગાંધીના એક ફોન કોલે બાજી પલટી નાંખી અને પળવારમાં સપા સાથે ગઠબંધન થઇ ગયું.

સુત્રોનું કહીએ તો પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ વચ્ચે થયેલી વાતચીતમાં નક્કી થયું કે, જે બેઠકો કોંગ્રેસના ધારાસભ્યો છે, સપા ત્યાંથી પોતાના ઉમેદવાર પરત ખેંચશે. સાથોસાથ એ પણ નક્કી થયું કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એક જ મંચ પર ચૂંટણી પ્રચાર પણ કરશે.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી, કોંગ્રેસ, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन