શું AMC ચૂંટણીમાં ભાજપના ત્રણ વિજેતા ઉમેદવારનું સોગંદનામું ખોટું? મામલો કોર્ટમાં પહોંચ્યો

શું AMC ચૂંટણીમાં ભાજપના ત્રણ વિજેતા ઉમેદવારનું સોગંદનામું ખોટું? મામલો કોર્ટમાં પહોંચ્યો
શું AMC ચૂંટણીમાં ભાજપના ત્રણ વિજેતા ઉમેદવારનું સોગંદનામું ખોટું? મામલો કોર્ટમાં પહોંચ્યો

મુસ્લિમ યુવક નામ બદલી ચૂંટણી લડી જીત્યા હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. ભાજપના ઉમેદવાર નીરવ કવિ ચૂંટણી જીત્યા છે પણ નીરવ કવિ હિન્દુ નહીં પણ મુસ્લિમ સમાજ માંથી આવે છે

  • Share this:
અમદાવાદ : હજુ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. બે અલગ અલગ વોર્ડના ભાજપના ત્રણ ઉમેદવારઓએ ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં વિગતો ખોટી હોવાનો આક્ષેપ કોંગ્રેસના લીગલ સેલના અમદાવાદના ચેરમેન અને એડવોકેટ કલ્પેશ પટેલે લગાવ્યા છે. આ સમગ્ર મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. જેમાં નવરંગપુરાના બે ઉમેદવાર અને નવા વાડજના એક ઉમેદવાર સામે કોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી છે.

નવરંગપુરા વોર્ડના ભાજપના ઉમેદવાર સામે જોરદાર આક્ષેપ કરવામાં આવ્યો છે. મુસ્લિમ યુવક નામ બદલી ચૂંટણી લડી જીત્યા હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. ભાજપના ઉમેદવાર નીરવ કવિ ચૂંટણી જીત્યા છે પણ નીરવ કવિ હિન્દુ નહીં પણ મુસ્લિમ સમાજ માંથી આવે છે. જે વિગત સોગંદનામામાં છુપાવી હોવાનું અરજદાર જય પટેલે કોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં જણાવ્યું છે. તેમના મતે નીરવ કવિના પિતાનું નામ સિકંદર મીર છે, અને માતાનું નામ અમિતા સિકંદર છે. નિયમ મુજબ ફોર્મ રદ્દ કરવા અરજદારની માંગ કરી છે.આ પણ વાંચો - જાણો અમદાવાદની શાળાએ લીધેલા નિર્ણયથી વાલીઓ કેમ થયા નારાજ

બીજીબાજુ નવરંગપુરા ભાજપના વિજેતા ઉમેદવાર નીરવ કવિએ આક્ષેપો ફગાવ્યા છે. તેઓ જણાવે છે જે હું જન્મે હિન્દુ છુ. સરકારી નિયમ મુજબ એફિડેવિટમાં ઉલ્લેખ કરવાનો હોતો નથી. મારા પિતાના નામ અંગે ખોટી વાત ચાલી રહી છે, ચૂંટણી સમયે પણ આ વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે હું પક્ષમાં સલાહ લઈને કાયદાકીય રીતે આગળ વધીશ.

નીરવ કવિ ઉપરાંત નવાવાડજના ભાજપના વિજેતા ઉમેદવાર લલિતાબેન મકવાણા સામે પણ આક્ષેપ કરાયો છે. જેમાં એફિડેવિટમાં અપરણિત લખાવ્યું છે. જ્યારે તેઓ પરણિત છે અને બે બાળકો પણ છે. તેમની સામે પણ કોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ છે. જ્યારે નવરંગપુરાના ભાજપના વિજેતા ઉમેદવાર અષાબેન બ્રહ્મભટ્ટ સામે આક્ષેપ છે કે ચૂંટણી દરમિયાન ફાઇલ કરેલ સોગંદનામાંમાં તેમના પર કોઇ ગુનો નોંધાયેલ નથી તેવું જણાવ્યું છે. જ્યારે નારણપુરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરીયાદ દાખલ થઈ ચૂકી છે. ગુના રજીટર નંબર 36/18 કલમ 406, 409, 420, 465, 467, 68, 71, 120 બી અને ભ્રષ્ટાચાર અધિનિયમ કલમ 7, 12, 13 (1)(c) હેઠળ ગુનો નોંધાયો છે. લખુડી તળાવ આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે.
Published by:Ashish Goyal
First published:March 06, 2021, 23:01 pm

ટૉપ ન્યૂઝ