ક્યાં જવું કોને કહેવું ? Unlock 3.0 બાબતે રાજ્ય સરકારે સ્પષ્ટતા નહિ કરતા અધ્યાપકો મૂંઝાયા

ક્યાં જવું કોને કહેવું ? Unlock 3.0 બાબતે રાજ્ય સરકારે સ્પષ્ટતા નહિ કરતા અધ્યાપકો મૂંઝાયા
ફાઈલ તસવીર

ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ એ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં અસમંજસ, જાણો શું રજૂઆત છે

  • Share this:
અમદાવાદ : કયાં જવું, કોને કહેવું, બસ આજ સ્થિતિ નો સામનો રાજ્યની યુનિવર્સિટીના અધ્યાપકો કરી રહ્યા છે.. કારણ કે રાજ્ય સરકાર દ્વારા અનલોક 3 મામલે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી આગામી 4 તારીખથી કોલેજોમાં આવવુ કે પછી વર્ક ફ્રોમ હોમ કરવું તેને લઈ અધ્યાપકો અવઢવમાં મુકાયા છે અને તેના પગલે જ ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ એ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે અને આ મામલે દિશા નિર્દેશ જાહેર કરવા અનુરોધ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ એ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને ઉદ્દેશી ને લખેલા પત્રમાં જણાવ્યું છે કે દેશભરમાં કોરોનાની મહામારી સતત વધી રહી છે. જેને જોતા કેન્દ્ર સરકારે જાહેર કરેલી અનલોક 3ની માર્ગદર્શિકા અંતર્ગત દેશભરની શાળા કોલેજોમાં અધ્યાપકો ને 31 ઓગસ્ટ સુધી વર્ક ફોર હોમ કરવા સૂચના આપી છે.

જોકે રાજ્ય સરકારે આ બાબતે કોઈ દિશા નિર્દેશ જાહેર કર્યા નથી. જેથી અધ્યાપકો અને વિદ્યાર્થીઓ અસમંજસ માં છે. શિક્ષણ વિભાગના જુલાઈ માસના નિર્દેશ અનુસાર રાજયના તમામ અધ્યાપકો સોશિયલ મીડિયા અને વીડિયો કોંફરન્સ ના માધ્યમથી ઓનલાઇન ટીચિગ કરી જ રહ્યા છે. અને દરરોજ લેવાઈ રહેલા તાશ ની વિગતો જે તે કોલેજના આચાર્ય અને શિક્ષણ વિભાગમાં આપી જ રહ્યા છે. અને કોઈપણ અડચણ વિના અધ્યયાપકો વર્ક ફોર હોમ રહીને  શિક્ષણ કાર્ય કરી જ રહ્યા છે.આ પણ વાંચો :  ધંધુકા : ઝેરી ક્લોરાઇન ગેસ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ સાથે આગ, હાઇવે પર નાસભાગ મચી

રાજ્યમાં પણ કોરોનાની મહામારી પ્રસરી છે અને દુર્ભાગ્યપૂર્ણ રીતે કેટલાક કર્મચારીઓ પણ તેના ભોગ બન્યા છે. કેટલાક અધ્યાપકો પણ મહામારી ના કારણે વર્ક ફોર હોમ કરી રહ્યા છે જો આ મુદ્દે ઝડપથી સ્પષ્ટતા કરવામાં નહિ આવે તો  4 ઓગસ્ટ થી અધ્યાપકો કોલેજ આવી જશે. આ પત્રની એક નકલ મુખ્યમંત્રી ને પણ રવાના કરાઈ છે. પત્ર લખવાની સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ ટેલિફોનિક જાણ કરાઈ છે.

આ પણ વાંચો :  સરકારે unlock 3.0ની ગાઇડલાઇન જાહેર કરી, જીમ-યોગ સેન્ટર ખુલશે, રાત્રિનો કર્ફ્યૂ હટશે

અનલોક -3 ની મુખ્યમંત્રી જાહેરાત કરી તેમાં માસ્ક પહેરવા અને અન્ય જાહેરાત કરાઈ પરંતુ અધ્યાપકો ના વર્ક ફોર હોમ બાબતે કોઈ જાણ કરી નથી. મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં 500થી વધુ અધ્યાપકો ફરજ બજાવી રહ્યા છે. માત્ર ગુજરાત યુનિવર્સિટી જ નહીં અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ સીએમની આ મુદ્દે સ્પષ્ટતા જરૂરી છે.
Published by:Jay Mishra
First published:August 02, 2020, 14:05 pm

ટૉપ ન્યૂઝ