અમદાવાદ : Coronaની સારવાર લઈ રહેલા ભરતસિંહની તબિયત વિશે તબીબોએ આપ્યા સારા સમાચાર


Updated: July 11, 2020, 4:14 PM IST
અમદાવાદ : Coronaની સારવાર લઈ રહેલા ભરતસિંહની તબિયત વિશે તબીબોએ આપ્યા સારા સમાચાર
ભરતસિંહ સોલંકીના સારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજયનો યજ્ઞ કૉંગ્રેસ કાર્યકરોએ કર્યો હતો.

ભરતસિંહને સંપૂર્ણપણે વેન્ટિલેટરની જરૂર ન હોવાનું તબીબોએ જણાવ્યું, કૉંગ્રેસના કાર્યકર્તાઓની પ્રાર્થના રંગ લાવી

  • Share this:
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની તબિયત સુધારો જોવા મળી રહ્યો છે . હજારો કોંગ્રેસ કાર્યકર્તાઓની પ્રાર્થના રંગ લાવી છે . ભરતસિંહ સોલંકીની તબિયત જલ્દી સુધરે તે માટે સમગ્રે ગુજરાતમાં ભરતસિંહ સોલંકીના સમર્થકોએ મંદિરોમાં પ્રાર્થના , હોમ હવન અથવા યજ્ઞ કરી તેની તબિયત સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરી હતી.

ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતભાઈ સોલંકી અત્યારે નોવેલ કોવિડ-19 ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS  હોસ્પિટલ ના આઈસીયુમાં દાખલ થયેલ છે. હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટીન જાહેર કરવામાં આવ્યું છે . જેમાં જણાવ્યુ છે કે દિવસ દરમિયાન વેન્ટીલેટર પર 100% ત્રણ દિવસ પહેલાં થી હવે સુધારણા 50% થી 55% oxygen support પર સ્થીતી સ્થીર બની રહી છે. બ્લડપ્રેશર અને યુરીન આઉટપુટ સુધારો થયો છે. દરરોજ 18 કલાક  સુધારણા(Proning) સુવળાવા નું પણ ચાલુ છે.

આ પણ વાંચો :  સુરત : મંત્રી કાનાણીના દીકરાના કારસ્તાનનો ઑડિયો Viral, મહિલા કોન્સ્ટેબલ સાથે બબાલ કરી

રાજ્યસભા ચૂંટણી બાદ ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટીવ આવતા વડોદરાની બેંકર હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરાયા હતા. પરંતુ તબિયતમાં સુધારો ન આવતા તેઓને અમદાવાદ સ્થિત સ્મિસ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરાયા હતા . ત્યાર બાદ થી તબિયત સુધારો ન થતા ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા સમગ્ર ગુજરાત રાત્રના હોમ - હવન અથવા મહામૃત્યજંયના જાપનું આયોજન કરાયું હતુ.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરી, ગઈકાલે સાંજે 875 કેસ નોંધાયા  

રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 875 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીના મોત થયા છે.આ પણ વાંચો :   અમદાવાદ : માનવતા મરી પરવારી, ઓઢવમાંથી જાનવરોએ કરડી ખાધેલું ભૃણ મળી આવ્યું

24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 269 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે કુલ 9948 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 9880 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 28,183 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by: Jay Mishra
First published: July 11, 2020, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading