અમદાવાદ : આંખોને ડાયલૂટ કર્યા વગર આંખોની સંપૂર્ણ તપાસ માત્ર 0.3 સેકન્ડમાં શક્ય બની

અમદાવાદ : આંખોને ડાયલૂટ કર્યા વગર આંખોની સંપૂર્ણ તપાસ માત્ર 0.3 સેકન્ડમાં શક્ય બની
અમદાવાદ : આંખોને ડાયલૂટ કર્યા વગર આંખોની સંપૂર્ણ તપાસ માત્ર 0.3 સેકન્ડમાં શક્ય બની

આ મશીનથી એક ઇમેજ લેવા માટે વિદેશમાં સાત થી આઠ હજાર ખર્ચ થાય છે.જે અહીંયા સસ્તામાં ઉપલબ્ધ થશે

  • Share this:
અમદાવાદ : કોરોના કાળમાં વ્યક્તિને ટચ કર્યા વગર કે કોઈ વ્યક્તિ મશીનને અડ્યા વગર તેની આંખની સંપૂર્ણ તપાસ 0.3 સેકન્ડોમાં થઈ જાય છે. ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પહેલી જ વાર અમદાવાદની નેત્રાલય સુપર સ્પેશ્યાલિટી આઈ હોસ્પિટલ ખાતે આંખના પડદાને સંપૂર્ણ તપાસ કરી શકાય તેવું અત્યાધુનિક આ મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આંખની કીકીને ડાયલૂટ એટલે કે ટીપાં નાખી પહોળી કર્યા વિના એક સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં એટલે કે જે 0.3 સેકન્ડમાં આંખના પડદાની 200 ડિગ્રી સુધી ઇમેજ મેળવી શકાતી હોવાથી દર્દીએ લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડશે નહીં અને હાલમાં કોરોનાના સમયમાં દર્દીના સમય અને ખર્ચની સાથે કોરોનાના ચેપનું જોખમ પણ ઘટી જશે.

અત્યાધુનિક સિસ્ટમના ફાયદા અંગે રેટિના સર્જન ડોક્ટર પાર્થ રાણાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં આંખની સર્જરી માટે હાઈટેક મશીન લાવવામાં આવ્યું છે. આંખના પડદા ચેક કરવા માટે આંખમાં ટીપા નાખીને આંખને પહોળી કરવામાં આવતી હતી પરંતુ આ મશીનની અંદર આંખના પડદાની 200 ડિગ્રી સુધીની વિસ્તૃત ઇમેજ મળી શકે છે. આ એક માત્ર એવું મશીન છે જેની અંદર કીકીને ડાયુલેટ કર્યા વગર જ પુરી આંખની ઇમેજ લઈ શકાય છે અને એ પણ સેકેન્ડના ત્રીજા હિસ્સામાં મળી જાય છે.આ પણ વાંચો - કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું - ગુજરાતની જનતા છેલ્લા 25 વર્ષથી ભાજપા સરકારથી પરેશાન છે

આંખની કીકી પહોળી થયા બાદ તેમાં 45 મિનિટ જેટલો સમય રિકવરમાં લાગતો હતો. જે હવે ક્લિક માત્રથી જ તપાસ પૂર્ણ થઇ જશે. ડોક્ટર પાર્થ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે આ મશીનથી એક ઇમેજ લેવા માટે વિદેશમાં સાત થી આઠ હજાર ખર્ચ થાય છે.જે અહીંયા સસ્તામાં ઉપલબ્ધ થશે.
Published by:Ashish Goyal
First published:November 07, 2020, 21:12 pm

टॉप स्टोरीज