Home /News /madhya-gujarat /

અમદાવાદ : ભાડે મકાન આપતા માલિકો માટે ચેતવણી રૂપ કિસ્સો, ભાડુઆતે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

અમદાવાદ : ભાડે મકાન આપતા માલિકો માટે ચેતવણી રૂપ કિસ્સો, ભાડુઆતે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

વૃદ્ધે સરખેજ પોલીસ સ્ટેશનમાં (Sarkhej police station)ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

Ahmedabad News - પોલીસે ગુનો નોંધી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ : સરખેજ (Sarkhej)વિસ્તારમાં વૃદ્ધને મકાન ભાડે આપવું ભારે પડ્યું છે. વૃદ્ધે તેના બે માળના મકાનનો ઉપરનો માળ ભાડે આપ્યો હતો. જોકે વૃદ્ધની પત્નીના અવસાન થયા બાદ ભાડુઆતે ભાડુ આપવાનુ બંધ કરી દીધું હતું. અને મકાન ખાલી કરવા માટે જણાવાતા મકાન ખાલી નહીં કરીને ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને મકાન પચાઈ પાડ્યુ હતું. જે અંગે વૃદ્ધે સરખેજ પોલીસ સ્ટેશનમાં (Sarkhej police station)ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરખેજના ફતેવાહીમાં 79 વર્ષીય કૈલાશચંદ્ર અગ્રવાલે સરખેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી નિવૃત જીવન ગુજારે છે. કૈલાશચંદ્ર પહેલા જે.કે.લક્ષ્મી સિમેન્ટ રાજસ્થાન ખાતેના ચીફના પીએ તરીકે નોકરી કરતા હતા અને નિવૃત થતા અમદાવાદ બોપલમાં ભાડે રહેવા માટે આવી ગયા હતા. બાદમાં સરખેજ ફતેવાહી ખાતે આઝાદનગર સોસાયટીમાં એક પ્લોટની ખરીદી કરી હતી અને બે માળનું મકાન બનાવ્યુ હતું.

નિવૃત હોવાના કારણે બીજો માળ ગૌતમ વાણીયા નામના વ્યક્તિને ભાડે આપ્યો હતો અને જે ભાડાની આવકમાંથી કૈલાશચંદ્ર પોતાનુ જીવન ગુજારતા હતા. જોકે કૈલાશચંદ્રના પત્નીના અવસાન પછી ગૌતમ વાણીયાએ ભાડુ આપવાનુ બંધ કરી દીધુ હતું અને કૈલાશચંદ્ર ભાડુ માંગવા જાય તો ઝઘડો કરી ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. એટલુ જ નહીં મકાન ખાલી પણ કરતા ન હતા અને મકાન પચાઈ પાડ્યુ હતું.

આ પણ વાંચો - અમદાવાદ : એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સગીરાને બાથમાં લેવાનો પ્રયત્ન કર્યો

અંતે કંટાળીને કૈલાશચંદ્રએ સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી. સરખેજ પોલીસ સ્ટેશનમાં ગૌતમ વાણીયા અને બીંદિયા વાણીયાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ: પંક્ચર સોલ્યુશન ટ્યુબના નશા મામલે પોલીસ વધુ એક આરોપી પકડ્યો

ટાયર પંચરની સોલ્યુશન ટ્યુબનો બાળકોને નશો કરાવી શોષણ કરતી ટોળકીના વધુ એક સાગરીતની ધરપકડ કરી છે. કારંજ પોલીસે ટ્યુબ સપ્લાય કરનાર નડીયાદના વેપારીની ધરપકડ કરી છે. જોકે, વેપારીની સીધી સંડોવણી ગુનામાં નહીં પરંતુ કાવતરામાં હોવાથી ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના માર્ગો પર રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા 10થી 16 વર્ષના સગીર બાળકોને સોલ્યુશન ટ્યુબનો નશો કરાવતા અને તેમનું શોષણ કરતા ત્રણ આરોપીની ધરપકડ થઇ હતી. જેમાં સંગીતા તિવારી, હિતેશ પરમાર અને અબ્દુલ કરીમ ઉર્ફે ગબ્બર બાલવરની ધરપકડ થઇ હતી. સોલ્યુશન ટ્યુબનો મુખ્ય સપ્લાયર અબ્દુલ કરીમ ગબ્બર હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ ટ્યુબ નડિયાદના વેપારી સુરજ ઉભરાની અમદાવાદ મોકલતો હોવાનુ પોલીસ તપાસમા ખુલ્યુ હતુ. જેથી તેની ધરપકડ કરવામા આવી છે. જોકે ધરપકડ બાદ વેપારીનું કહેવું છે કે, આ ટ્યુબ વેચવી કોઈ ગુનો નથી જેથી પોલીસ તેની ધરપકડ મદદગારીમાં ગુનામાં કરી રહી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, અમદાવાદ

આગામી સમાચાર