અમદાવાદ: લગ્નની સહમતિ ન મળતા કિશોરી કૌટુંબિક ભાઇ સાથે ફરાર

News18 Gujarati
Updated: March 27, 2019, 4:40 PM IST
અમદાવાદ: લગ્નની સહમતિ ન મળતા કિશોરી કૌટુંબિક ભાઇ સાથે ફરાર
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં રહેતી 17 વર્ષીય કિશોરી સાથે કૌટુંબિક ભાઇ જ ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે

  • Share this:
અમદાવાદ: પ્રેમ સંબંધનો વધુ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતી 17 વર્ષીય કિશોરી સાથે કૌટુંબિક ભાઇ જ ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા, જે બાદ બન્ને એકબીજા સાથે જીવન વિતાવવામાં માગતા હતા પરંતુ પરિવારની મરજી ન હોવાથી તેમણે આ પલગું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

એકબીજાને અનહદ પ્રેમ કરનારા કિશોરી અને કૌટુંબિક ભાઇ તેમના પ્રેમ સંબંધ અંગે પરિવારને જણાવ્યું હતું. જોકે, આ અંગે બન્નેના પરિવાર લગ્ન માટે સહમત ન હતાં. જેના કારણે અગાઉ પણ તેઓ ભાગી ગયા હતા. છતાં પરિવાર તરફથી સહમતિ ન મળતાં તેમણે ફરી આ પગલું ઉઠાવ્યું છે. આ અંગે ચાંદખેડા પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદનાં યુવાનને અમેરિકામાં બનાવ્યો ઘર જમાઈ, પગાર પણ પત્ની લઇ લેતી

બીજી બાજુ, અમદાવાદમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સંબંધી યુવકો સગીરાને લગ્ન માટે હેરાન કરતાં હોવાનું સામે આવ્યું છે. યુવકોએ લગ્નપ્રસંગમાં સગીરાની તસવીરો પાડી હતી. જે બાદ સગીરા સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. આટલું જ નહીં, સગીરાને ધમકી આપવામાં આવતી હતી કે તે લગ્ન નહીં કરે તો તસવીરો વાયરલ કરી દઇશું. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published: March 27, 2019, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading