અમદાવાદ : શેરના માથે સવા શેર, 4 લૂટારુઓને એક યુવક પડ્યો ભારે હાથે, એકને ઝડપી પાડ્યો

અમદાવાદ : શેરના માથે સવા શેર, 4 લૂટારુઓને એક યુવક પડ્યો ભારે હાથે, એકને ઝડપી પાડ્યો
સતવીરે આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે

હાલમાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આરોપીની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે

  • Share this:
અમદાવાદ : શહેરમાં મોબાઇલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ, લૂંટ જેવા અનેક બનાવ વધી રહ્યા છે. કેટલીક વખત લૂંટારુઓ લોકોના હાથમાં આવી જતા હોય છે. તો ક્યારેક પોતાના મનસૂબા પાર પાડીને ફરાર થવામાં સફળ થાય છે. કૃષ્ણનગર વિસ્તારમાં ‌રિક્ષાચાલક અને તેના સાગરીતોએ એક યુવકને માર મારી મોબાઈલ લૂંટીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે તેમાંથી એકને પકડી પાડતાં ઝપાઝપી થઇ હતી, જોકે યુવકે પ્રતિકાર કરતાં તે શખ્સને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.

ઠક્કરનગર વિસ્તારના પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલા એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરતા સતવીર કુશવાહે પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી છે. ગઈ કાલે સતવીરનો મિત્ર જ્યાં કામ કરતો હતો ત્યાં તે ચાલતો ચાલતો જતો હતો. આ સમયે ચમક ચૂના તરફથી ઓટો‌રિક્ષા તેમજ તેમાં બેસેલા ચાર શખ્સ આવ્યા હતા અને ‌રિક્ષાચાલકે સતવીરને કહ્યું કે રિક્ષામાં બેસી જા. સતવીરે નજીકમાં જવાનું હોવાથી ના પાડી હતી. ગણતરીની સેકન્ડમાં જ ‌રિક્ષાચાલક અને તેના સાગરીતોએ સતવીરને પકડી બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા તથા ગડદાપાટુનો માર માર્યો હતો અને સતવીરનો મોબાઇલ લૂંટી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે સતવીરે એક શખ્સને પકડી પાડ્યો હતો.આ પણ વાંચો - લોએસ્ટ અકસ્માત રેટમાં GSRTC મોખરે, એસટી અમારી, સલામત સવારીના સ્લોગનને સાર્થક કર્યું

સતવીરને આ લોકો સાથે ઝપાઝપી થઇ હતી. તેમ છતાં સતવીરે એક શખ્સને પકડી પાડી પોલીસ હવાલે કર્યો હતો. સતવીરે આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. હાલમાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આરોપીની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:January 19, 2021, 18:07 pm

ટૉપ ન્યૂઝ