કોરોના ટેસ્ટ નહીં કરાવવા માટે 20 જુગારીઓ પાસેથી પોલીસે મોટો તોડ કર્યો હોવાની ઉચ્ચ અધિકારીને ફરિયાદ


Updated: September 30, 2020, 10:08 PM IST
કોરોના ટેસ્ટ નહીં કરાવવા માટે 20 જુગારીઓ પાસેથી પોલીસે મોટો તોડ કર્યો હોવાની ઉચ્ચ અધિકારીને ફરિયાદ
કોરોના ટેસ્ટ નહીં કરાવવા માટે જુગારીઓ પાસેથી પોલીસે મોટો તોડ કર્યો હોવાની ફરિયાદ

પોલીસે એફઆઈઆરમાં રોકડ રકમ ઓછી બતાવી અને બાકી તેમની પાસેથી પડાવેલા રૂપિયા સગેવગે કર્યા હોવાનો પોલીસ પર આરોપીઓએ આક્ષેપ કર્યો

  • Share this:
અમદાવાદ : એરપોર્ટ પોલીસ પર જુગારના આરોપીઓ પાસેથી રૂપિયા પડાવવાનો મામલો સામે આવ્યો છે. સરદારનગર વિસ્તારમાં આવેલ ભીલવાસ ખાતે એક મકાનમાં રક્ષાબંધનના તહેવારમાં નવ મહિલાઓ અને 11 પુરુષો એમ 20 જેટલા લોકો ભેગા મળીને જુગાર રમી રહ્યા હતા અને ત્યાં જ રાતના સમયે પોલીસ ત્રાટકી હતી. 20 લોકોની અટકાયત કરી અને તેમની સામે પોલીસે કાયદેસરના પગલાં લીધા હતા. જોકે પોલીસે એફઆઈઆરમાં રોકડ રકમ ઓછી બતાવી અને બાકી તેમની પાસેથી પડાવેલા રૂપિયા સગેવગે કર્યા હોવાનો પોલીસ પર આરોપીઓએ આક્ષેપ કર્યા છે.

આ ઉપરાંત તેમના કોરોના ટેસ્ટ ન કરાવવા માટે વધુ રૂપિયાની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેને લઈને 20 લોકો પાસેથી 3500- 3500 લેખે વધારાના રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે બીજા દિવસે આરોપીઓએ રૂપિયા આપી દેતા છોડી મુક્યા હતા. ત્યારબાદ પોલીસે તેમની પાસેથી તોડ કર્યા હોવાનો આક્ષેપ કરતી તમામ જુગારીઓ વતી સામાજિક કાર્યકર હીરાલાલ પવાર દ્વારા ડીસીપી અને પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.

આ પણ વાંચો - 25% ફી માફી મામલો : નિકોલમાં વાલીઓએ લોલીપોપ વહેંચી વિરોધ નોંધાવ્યો


એરપોર્ટ પોલીસ મથકના પીઆઈનું કહેવું છે કે સમગ્ર બાબતે ફરિયાદ અમે લીધી છે અને તેમની પાસેથી અમે પુરાવાઓ પણ માંગ્યા છે. તેઓ યોગ્ય પુરાવા રજુ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરીશું. હવે જુગારીયાઓ દ્વારા પોલીસે તોડ કર્યાનો આક્ષેપ કરતી કરવામાં આવેલી અરજી બાબતે પોલીસ, પોલીસ સામે કેટલી સચોટ તપાસ કરે છે અને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું
Published by: Ashish Goyal
First published: September 30, 2020, 10:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading