અમદાવાદ: પતિએ પાંચ દિવસ રૂમમાં ગોંધી માર મારી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું

અમદાવાદ: પતિએ પાંચ દિવસ રૂમમાં ગોંધી માર મારી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું
વસ્ત્રાપુરમાં રહેતા એક પતિને સૃષ્ટી વિરૂધ્ધ કૃત્ય કરવાની આદત વધી ગઇ હતી. જેનો વારંવાર વિરોધ પત્ની કરતી હતી

વસ્ત્રાપુરમાં રહેતા એક પતિને સૃષ્ટી વિરૂધ્ધ કૃત્ય કરવાની આદત વધી ગઇ હતી. જેનો વારંવાર વિરોધ પત્ની કરતી હતી

 • Share this:
  હર્મેશ સુખડીયા, અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુરમાં પૈસાદાર પતિના રંગરેલીયાનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પત્નીએ પતિ દ્રારા મારમારી  સૃષ્ટિ વિરૂધ્ધ કૃત્ય કરતો હોવાનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે. પત્નીની ફરિયાદ બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.

  પોલીસ તરફથી જાણવા મળ્યા મુજબ વાત કઈક એવી છે કે, વસ્ત્રાપુરમાં રહેતા એક પતિને સૃષ્ટી વિરૂધ્ધ કૃત્ય કરવાની આદત વધી ગઇ હતી. જેનો વારંવાર વિરોધ પત્ની કરતી હતી. જેથી પતિ દ્રારા તેની મરજી વિરૂધ્ધ તેની સાથે બળજબરી કરવામા આવતી હતી. પત્ની વિરોધ કરે તો પતિ તેની સાથે મારઝુડ પણ કરતો હતો.  આ ઉપરાંત તેની પાસેથી રૂ 19 લાખના ચેક પર સહિ કરાવી દીધી હતી. પતિની માનસિકતાની સાસરીયાને રજૂઆત કર્યા છતા તેઓ તેની પર અત્યાચાર કરતા હતા. જેથી અંતે કંટાળીને પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી.

  એ ડિવિઝનના એસીપી મુકેશ પટેલે જણાવ્યું કે, બંને પતિ-પત્ની વસ્ત્રાપુરના લકઝુરીયસ ફલેટમા રહે છે, અને પતિ મોટો બિઝનેસ કરે છે. 1995મા બન્નેના લગ્ન થયા હતા. 24 વર્ષના લગ્ન જીવનમા પતિની માનસિકતા વિકૃત થઈ હતી અને પતિ દારૂના રવાડે ચઢી ગયો હતો અને પત્ની સાથે મારઝુડ કરીને અત્યાચાર શરૂ કર્યા હતા. હાલમા પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને સમગ્ર આક્ષેપોને લઈને પુછપરછ શરૂ કરી છે.

  પોલીસે પત્નીની ફરિયાદના આધારે પતિને પુછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી, સમગ્ર કેસની તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
  First published:November 08, 2019, 17:07 pm