અમદાવાદ: શહેરના ગુજરાત યુનિ. પોલીસસ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ અગાઉ પણ બેંગ્લોર ખાતે ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આક્ષેપ છે કે તેનો પતિ તેની પર આક્ષેપ કરી ત્રાસ ગુજારી તેની પર નજર રાખવા ઘરમાં જ સીસીટીવી લગાવી દેતો હતો.
શહેરના નવરંગપુરામાં રહેતી ૪૨ વર્ષીય યુવતી હાલ તેના બહેન અને બનેવી સાથે રહે છે. વર્ષ ૨૦૦૪થી આ મહિલા બેંગલોર ખાતે એક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેને સંતાનમાં બે પુત્રી છે. વર્ષ 2005માં તેના લગ્ન કર્ણાટકના એક યુવક સાથે થયા હતા. આ મહિલાના પતિ તેની સાથે બેંગ્લોર રહેવા ગયો હતો. લગ્ન બાદ તેનો પતિ અવારનવાર નાની-નાની બાબતે તેની સાથે ઝઘડા કરતો હતો. આટલું જ નહીં મહિલાનો પતિ તેને ગાંડી કહીને કોઈ કામ આવડતું નહીં નથી તેમ કહી ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળી જતા આ મહિલા વર્ષ 2016 અને 2018માં તેની બહેન નવરંગપુરા ખાતે રહેતી હોવાથી તેની પાસે આવીને રહેવા લાગી હતી.
પત્નીનો પ્રેમી સાથેનો પોર્ન video પતિના જ મોબાઈલમાં આવ્યો, ગસ્સામાં ભર્યું ખતરનાક પગલું
જોકે પરિવારના વડીલો ના સમજાવવાથી તેના પતિએ હેરાન નહીં કરવાની ખાતરી આપી હતી અને બાદમાં સમાધાન થયું હતું. પરંતુ બાદમાં તેનો પતિ ઘર ખર્ચ, ઘરનું ભાડું, લાઈટ બિલ, બાળકોના અભ્યાસ ના ખર્ચ તેની પાસે જ કરાવવા દબાણ કરતો હતો. કંટાળીને આ મહિલાએ જે તે વખતે પોલીસ તથા કોર્ટની મદદ લીધી હતી. વર્ષ 2019 માં તેના પતિએ તેની સાથે ઝઘડો કરી ધક્કો મારી તેનું માથું પછાડવા નો પ્રયત્ન કર્યો હતો. લોકડાઉન દરમિયાન પણ મહિલાના પતિ તેને ખૂબ જ ત્રાસ આપતા હતા. આ મહિલાના પતિએ પત્ની પર નજર રાખવા ઘરમાં સીસીટીવી પણ લગાવ્યા હતા.
મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: ભાભી અને દીયર વચ્ચે હતો પ્રેમ, દીયર જ હત્યારો નીકળ્યો
વારંવાર મહિલાનો પતિ તેને ત્રાસ આપી સીસીટીવી દ્વારા તેની પર નજર રાખતો હતો. જેથી આ મહિલાએ તેના પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ બેંગ્લોરમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ કરેલો કેસ કોર્ટમાં ચાલુ હતો તે દરમિયાન આ મહિલાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.