'ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીબેને મને જાનથી મારી નાખવાની ધમકી આપી', થઈ ફરિયાદ

News18 Gujarati
Updated: September 12, 2019, 11:08 PM IST
'ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીબેને મને જાનથી મારી નાખવાની ધમકી આપી', થઈ ફરિયાદ
ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીબેન વિરુદ્ધ થઈ ફરિયાદ

બીજી તરફ મહીલા કોર્પોરેટર રાજશ્રીબેનનું કહેવું છે કે, જે દિવસએ તેમની પર ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તે દિવસે તો તે કોર્ટમાં હતાં.

  • Share this:
રુત્વિજ સોની, અમદવાાદ : શહેરના ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી ફરી એક વખત વિવાદમાં આવ્યાં છે. દીલ્હીની મહીલા વકીલએ તેમની સામે ધાક ધમકીની ફરિયાદ નોંધાવી છે. મહીલા વકીલનું કહેવું છે કે, ચાંદખેડા પોલીસs તેમના એક અસીલ જયમનસિંહ અહલુવાલીયાની ધરપકડ કરી હતી. જેથી તે તેની જામીનની કાર્યવાહી કરવા માટે તેને મળવા માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન આવ્યાં હતાં. તે દરમિયાન ત્યાં હાજર કોર્પોરેટર રાજશ્રીબેને તેમની સાથે બોલાચાલી કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં મહીલા વકીલનો આરોપ છે કે, રાજશ્રીબેને તેમને કહ્યું હતું કે, તે આ વિસ્તારના કોર્પોરેટર છે અને સમગ્ર વિસ્તારમાં માયાવતી તરીકે ઓળખાય છે. જો કે કોર્પોરેટરે એક કરોડ રૂપીયાની માંગણી પણ કરી હોવાનો આરોપ ફરિયાદીએ કર્યો છે.

જો કે બીજી તરફ મહીલા કોર્પોરેટર રાજશ્રીબેનનું કહેવું છે કે, જે દિવસએ તેમની પર ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તે દિવસે તો તે કોર્ટમાં હતાં. જ્યારે મહીલા વકીલ જે આરોપીના જામીન કરાવવા માટે આવ્યાં હતાં તે તેમની બે ફરિયાદનો આરોપી છે. રાજશ્રીબેનનું કહેવું છે કે, જયમનસિંહ સાથે વર્ષ 2003માં તેમણે લગ્ન કર્યાં હતાં. જો કે વર્ષ 2009થી બંન્ને જણા અલગ રહી રહ્યાં છે. જેથી એપ્રિલ 2009એ રાજશ્રીબેને આરોપી જયમનસિંહ સામે 498 મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી, અને જુલાઇ 2017ના દિવસએ રાજશ્રીબેનનું બનાવટી ડેથ સર્ટીફિકેટ બનાવવા બદલ બીજી એક ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, અને તે ગુનામાં તે નાસતો ફરતો હતો. જો કે ચાંદખેડા પોલીસે તેની સામે લુક આઉટ નોટિસ પણ જાહેર કરી હતી. જેથી આરોપી દિલ્હી એરપોર્ટ પર આવતા જ તેની અટકાયત કરીને ચાંદખેડા પોલીસને જાણ કરવામાં આવી હતી, અને ચાંદખેડા પોલીસએ દિલ્હીથી તેની ધરપકડ કરી હતી. રાજશ્રીબેનનો આરોપ છે કે, આ આરોપીએ પાસપોર્ટમાંથી તેનું નામ કાઢવા માટે દિલ્હીનું બનાવટી ડેથ સર્ટીફિકેટ બનાવ્યું હતું.

સમગ્ર મામલામાં પોલીસનું કહેવું છે કે, આરોપી જયમનસિંહ સામે રાજશ્રીબેને બે ફરિયાદ દાખલ કરાવી છે તે ગુનામાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે બીજી તરફ મહીલા વકીલએ રાજશ્રીબેન વિરુદ્ધમાં નોંધાવેલી ફરિયાદ મામલે પણ પોલીસએ તપાસ હાથ ધરી છે.

જ્યારે એક કરોડ રૂપીયાની માંગણીના આરોપમાં રાજશ્રીબેનનું કહેવું છે કે, જ્યારે તેઓ લંડનમાં સાથે રહી રહ્યાં હતાં ત્યારે તેમના માતા પિતા દ્વારા આરોપીના બેંક ખાતામાં દરમહિને એક લાખ રૂપીયા મોકલવામાં આવતાં હતાં, અને લગ્ન સમયે જે 35 તોલા સોનું આપ્યું હતું તે પણ આરોપીએ તેની પાસે રાખ્યું છે. જો કે પોલીસે આ સમગ્ર મામલે પણ તપાસ હાથ ધરી છે.
First published: September 12, 2019, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading