Home /News /madhya-gujarat /

અમદાવાદની બે સ્કૂલે વટાવી મનમાનીની હદ : પછી શિક્ષણ વિભાગ આવ્યું એક્શનમાં

અમદાવાદની બે સ્કૂલે વટાવી મનમાનીની હદ : પછી શિક્ષણ વિભાગ આવ્યું એક્શનમાં

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ફાઈલ તસવીર

Ahmedabad news: શહેરની બે શાળાઓએ વાલીઓને પરેશાન કરતા શિક્ષણ વિભાગમાં ફરિયાદ (complaint) થઈ. અને આખરે શિક્ષણ વિભાગે આ શાળાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે.

અમદાવાદઃ અવારનવાર અમદાવાદમાં (Ahmedabad news) ફી મામલે શાળાના સંચાલકો (school) વિવાદમાં આવતા રહે છે. વાલીઓ પાસે તગડી ફી યેનકેન પ્રકારે વસુલવાના એવા તુક્કા ચલાવે છે કે એ મામલે વિવાદ સર્જાય છે અને પછી શિક્ષણ વિભાગે (education dipartment) પગલાં લેવાની ફરજ પડે છે. આવી શહેરની બે શાળાઓએ વાલીઓને પરેશાન કરતા શિક્ષણ વિભાગમાં ફરિયાદ (complaint) થઈ. અને આખરે શિક્ષણ વિભાગે આ શાળાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે.

અમદાવાદના મકરબામાં આવેલી DAV સ્કૂલ છેલ્લા કેટલાક દિવસથી વિવાદમાં છે. શાળાઓએ દિવાળી પછી વેકેશન પૂરું થવામાં છે ત્યાં જ સર્ક્યુલરનો બૉમ્બ વાલીઓ માથે ફોડ્યો. સ્કૂલના તઘલખી નિર્ણય સામે વાલીઓનો વિરોધ. આખરે અમદાવાદ ગ્રામ્ય DEOને વાલીઓએ રજુઆત કરી છે. વેકેશન બાદ બાળકોને  સ્કૂલ વેન ને ઓટોમાં નહિ પણ બસમા મોકલવાની ફરજ પાડવામાં આવતા વાલીઓમાં આક્રોશ ફેલાયો છે.

હવેથી વેન અને રીક્ષા મારફતે બાલકને ન મોકલવા ફરજિયાત કરાયું છે. જેને પગલે વાલીઓએ વિધાર્થી દીઠ 700રૂપિયા વેન ભાડાના બદલે બસ ભાડાના મહિને 2000 ચૂકવવા પડશે. સ્કૂલની આ દાદાગીરી મામલે વાલીઓ પાસે બસભાડાંના નામેં લૂંટ ચલાવવાનો આક્ષેપ કર્યો છે. વાલીઓનું કહેવું છે કે સોશિયલ ડિસ્ટન્સના નામે સ્કૂલ બસનો ઉપયોગ કરવા વાલીઓને ફરજ પડાઈ છે.

આ પણ વાંચોઃ-સુરતઃ રાજસ્થાનની લક્ઝરી બસમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, સંતાડવાની રીત જોઈ પોલીસ માંથુ ખંજવાળવા લાગી

પણ સ્કૂલ બસમાં જ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી તો સોશિયલ ડિસ્ટન્સના નામે સ્કૂલ વેન અને ઓટો બંધ કરવાનો નિર્ણય કેવી રીતે લઈ શકે.  જે મામલે વાલીઓએ રજુઆત બાદ હવે DEO તપાસ કરી કાર્યવાહી હાથ ધરશે. બીજીતરફ અમદાવાદ ના થલતેજ વિસ્તારની યુરો સ્કૂલ સામે  DEOએ કાર્યવાહી હાથ ધરી છે. FRCની મંજૂરી કરતા વધુ ફી ઉઘરાવવા મામલે વાલીઓએ FRCમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકોએ અથાગ મહેનત છતાં પરિણામ નિરાશાજન, જાણો રાશિફળ

ફરિયાદ મળતા FRCએ DEOને  તપાસ સોંપી હતી. જોકે યુરો સ્કૂલના સંચાલકોએ તપાસ માટે ગયેલા DEO કચેરીના અધિકારીઓને  તપાસમાં સહકાર ન મળતા અધિકારીઓએ FRCને આર્થિક દંડની ભલામણ કરી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'અહીં તો દારુ પીવું એ સામાન્ય બાબત છે, તારે સહન કરવું પડશે', અસહ્ય ત્રાસથી પરિણીતાએ કરી ફરિયાદ

જે અંતર્ગત સ્કૂલને  5 લાખનો દંડ થઈ શકે છે. જોકે આ મામલે સ્કૂલ સંચાલકોએ કોર્ટ અને FRCમાંથી સ્ટે મળ્યો હોવાનું જણાવી રહ્યા છે. અને આ અંગે DEOએ તપાસ કરવી હોય તો કરી શકે છે. જોકે અમને DEO કોઈ નોટીસ આપી નહિ હોવાનો રાગ આલાપી રહ્યા છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati News News

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन