Home /News /madhya-gujarat /ગુજરાત યુનિવર્સિટીમાં ગોટાળાની ફરિયાદ, વિજિલન્સની ટીમ તપાસ માટે 10 વર્ષે જાગી

ગુજરાત યુનિવર્સિટીમાં ગોટાળાની ફરિયાદ, વિજિલન્સની ટીમ તપાસ માટે 10 વર્ષે જાગી

ગુજરાત યુનિવર્સિટી ફાઈલ તસવીર

Ahmedabad news:પરીક્ષા ખર્ચમા અધધ વધારો થતા યુનિવર્સિટી સામે ફરિયાદ (Complaint against the University) કરવામા આવતા 10 વર્ષ બાદ વિજિલન્સની ટીમે (vigilance team) ગુજરાત યુનિવર્સીટીમાં તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમા (Gujarat university) વર્ષ 2006થી 2012માં વિદ્યાર્થીઓ (students) ઘટ્યા હોવા છતા પણ પરીક્ષા ખર્ચમા અધધ વધારો થતા યુનિવર્સિટી સામે ફરિયાદ (Complaint against the University) કરવામા આવતા 10 વર્ષ બાદ વિજિલન્સની ટીમે (vigilance team) ગુજરાત યુનિવર્સીટીમાં તપાસ શરૂ કરી છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે  10 વર્ષ આગાઉ થયેલા ગોટાળાના આક્ષેપ સામે એટલા વર્ષો બાદ તપાસ શરૂ થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

ગુજરાત યુનિવર્સીટીમાં વર્ષ 2006થી 2011 દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યામા ઘટાડો નોંધાયો હતો પરંતુ ખર્ચની વાત કરવામા આવે તો અન્ય વર્ષોની સરખામણીએ 18 કરોડ રૂપિયા વધુ થયો હતો. જેની ફરિયાદ તત્કાલિન સિન્ડીકેટ સભ્ય મનિષ દોશીએ કુલાધિપતિને કરતા 10 વર્ષ બાદ વિજીલન્સની ટીમ દ્વારા યુનિવર્સિટીમાં તપાસ હાથ ધરી હતી.

ટીમ દ્વારા આશરે 2 ક્લાક સુધી તપાસ હાથ ધરવામા આવી હતી જેમાં મનિષ દોશીએ પોતાનો જવાબ રજુ કરીને પુરાવાઓ ટીમને આપ્યા હતા. કોંગ્રેસના સિન્ડીકેટ સભ્ય મનિષ દોશીએ એ પણ ફરિયાદ કરી હતી કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જે ગ્રાન્ટ આપવામા આવે છે તેનો પણ દુરઉપયોગ કરવામા આવ્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

જે ગ્રાન્ટના રૂપિયામાથી કોમ્યુટર ખરિદવાના હતા તેનો પણ હેતુફેર કરીને અન્ય જગ્યાએ ગ્રાન્ટનો ઉપયોગ કરવામા આવ્યો છે.. આજે કોમ્પ્ટયુટર ખરિદવામા આવ્યા છે કે નહી તેનો પણ હિસાબ યુનિવર્સિટી પાસે નથી.

આ પણ વાંચોઃ-અમદાવાદના ભદ્ર પરિવારનો કિસ્સો! 'સાહેબ, મારી તબિયત સારી ના હોય તોય પતિ સેક્સ કરવા જબરદસ્તી કરે છે'

તમામ યુનિવર્સિટીઓમાં પારદર્શકતા આવે તેની તેઓએ માંગ કરી છે.. અને 10 વર્ષ બાદ યોગ્ય તપાસ થઇને પગલા લેવાય તેવી માગં કરી છે. તો બીજીતરફ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો આ મામલે કશુ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

દસ વર્ષ અગાઉ થયેલી ગેરરીતિની ફરિયાદ સામે હવે 10 વર્ષ બાદ તપાસ શરૂ થતાં સૌને આશ્ચર્ય તો થયું છે. પણ આટલા વર્ષો બાદ પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વિજીલન્સની ટીમને પુરવાઓ અને જવાબ રજુ કરી દેવા આવે છએ ત્યારે 10 વર્ષ બાદ તપાસ આવી છે. ત્યારે આગામી સમયમાં કોણે કૌભાંડ આચર્યુ અને કોને દોષિત ઠેરવવામા આવે છે તેના પર સૌની નજર રહેશે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Gujarat University's, Gujarati News News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો