અમદાવાદ: સસરાએ જમાઇ વિરુદ્ધ નોંધાવી એસિડ એટેકની ફરિયાદ

News18 Gujarati
Updated: April 29, 2019, 10:43 AM IST
અમદાવાદ: સસરાએ જમાઇ વિરુદ્ધ નોંધાવી એસિડ એટેકની ફરિયાદ
સસરાએ જમાઇ વિરુદ્ધ નોંધાવી એસિડ એટેકની ફરિયાદ

શાહપુર વિસ્તારમાં પતિ-પત્નીના ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલાં સસરા પર હુમલો કરાયો છે

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ: શહેરના શાહપુર વિસ્તારમાં પતિ-પત્નીના ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલાં સસરા પર હુમલો કરાયો છે. જમાઇએ સસરા પર જ્વલનશીલ પદાર્થ ફેંકતાં તેમને સામાન્ય ઇજા પહોંચી હતી. આ અંગે શાહપુરમાં એસિડ એટેકની ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદ પ્રમાણે, પુત્રી અને જમાઇ અંદરોઅંદર ઝઘડો કરી રહ્યાં હતાં, જેની જાણ થતાં સસરા સમાધાન કરાવવા પહોંચ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા જમાઇ નરેશ ઉર્ફે પોપટે સસરા પર હુમલો કર્યો હતો.

સસરાએ કરેલ ફરિયાદ પ્રમાણે, જમાઇ નરેશે તેના ખીસ્સામાં રહેલી કાચની બોટલ ખોલી તેમાં રહેલું પ્રવાહી મારા ઉપર નાંખવા પ્રયાસ કર્યો હતો. જે જોતાં હું ખસી ગયો હતો. જેના કારણે તેના થોડા છાંટા મારી ઉપર પડતાં હું સામાન્ય દાઝ્યો હતો. જે બાદ જમાઇ ત્યાંથી ભાગી ગયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: જ્વેલરી શોપમાંથી 6 લાખના દાગીના લઇ મહિલા ટોળકી ફરાર

આ સમગ્ર ઘટના અંગે સસરાએ તેમના જમાઇ વિરુદ્ધ એસિડ એટેકની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
First published: April 29, 2019, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading