'હું સાયન્સ સીટીનો ડોન છું, લાયસન્સ કે આર.સી.બુક નહીં બતાવું' યુવાનોની પોલીસ સામે દાદાગીરી


Updated: December 11, 2019, 11:06 PM IST
'હું સાયન્સ સીટીનો ડોન છું, લાયસન્સ કે આર.સી.બુક નહીં બતાવું' યુવાનોની પોલીસ સામે દાદાગીરી
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

વર્ટીસ ટાવરની બાજુમાં ખુલ્લા મેદાનમાં શંકાસ્પદ વાહનો નજરે પડ્યાં હતાં

  • Share this:
અમદાવાદના સોલા વિસ્તારમાં પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી દાદાગીરી કરવાની એક ફરિયાદ સામે આવી છે. જેમાં કેટલાક યુવાનોએ પોલીસ સામે દાદાગીરી કરતા કહ્યું કે, હું સોલા વિસ્તારનો ડોન છું, અમે લાયસન્સ કે આર.સી બુક નહી બતાવીએ.

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, મંગળવારે મોડી સાંજે તેઓ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતાં તે દરમિયાન સાયન્સ સીટી રોડ પર વર્ટીસ ટાવરની બાજુમાં ખુલ્લા મેદાનમાં શંકાસ્પદ વાહનો નજરે પડ્યાં હતાં. જેથી દિલીપસિંહએ ત્યાં પહોચીને તપાસ કરતાં બ્લેક કાચ વાળી વોક્સવેગન કાર પાસે બે યુવાનો તેમજ નજીકમાં એક્સેસ ટુ વ્હીલર પાસે બે યુવાનો હાજર હતાં.

દિલીપસિંહએ તેઓને પોલીસ તરીકેની ઓળખ આપીને અવાવરુ જગ્યાએ કેમ ઉભા છો તેમ કહીને વાહનના આર.સી.બુક અને ડ્રાઇવીંગ માંગ્યા હતાં. જો કે આ યુવાનોએ આરસીબુક કે લાયસન્સ બતાવ્યા ન હતાં. એટલું જ નહીં ગાડી પાસે હાજર બે યુવાનો ઉશ્કેરાઇ ગયા હતાં અને કહ્યું હતું કે, હું સોલા વિસ્તારનો ડોન છું, અમે કોઇ કાગળીયા કે લાયસન્સ બતાવીશું નહીં તારાથી થાય તે કરી લે.

જો કે દીલીપસિંહએ ફરીથી બંન્ને યુવાનોને ગાડીના કાગળીયા અને લાયસન્સ બતાવવા જણાવતા એક્સેસ પાસે ઉભેલા બે યુવાનો પણ ઉશ્કેરાઇ ગયા હતાં, અને દાદાગીરી કરવા લાગ્યા હતા.  હાલમાં પોલીસે આ ચારેય યુવાનો વિરુદ્ધમાં ફરજમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: December 11, 2019, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading