AMC હેલ્પલાઈન પર ફરીયાદનો લાગ્યો 3 રૂપિયા ચાર્જ, છતા 11 દિવસથી પાણીનો બગાડ યથાવત

AMC હેલ્પલાઈન પર ફરીયાદનો લાગ્યો 3 રૂપિયા ચાર્જ, છતા 11 દિવસથી પાણીનો બગાડ યથાવત
એએમસી હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરવાનો પણ લાગે ચે 3 રૂપિયા ચાર્જ

લોકોનુ કહેવુ છે કે, ઉનાળામાં આપણે ટેન્કર રાજની સ્થીતીમાં આવી જઈએ છીએ ત્યારે આ રીતે 11 દિવસથી થઈ રહેલો પાણીનો બગાડ કેમ રોકવામા આવતુ નથી.

  • Share this:
પીવાલાયક પાણીનો બગાડ ગુરુકુળ રોડ પર આવેલા વિશ્રામનગર ગાર્ડન પાસે છેલ્લા 11 દિવસથી સતત થઈ રહ્યો છે. ઘટના એવી બની કે, ગત 22 જાન્યુઆરીના રોજ અહી પાણીની ટાંકી તોડવાની એએમસીએ કામગીરી કરી અને ત્યારે જ અહી પાણીની લાઈનમાં ભંગાણ થયુ. જો કે તે દિવસને આજે 11 દિવસ વિતી ગયા છતા પાણી વેડફાવાનુ બંધ થયુ નથી. લોકો તંત્રની કામીગીરની લઈને નીશાશા નાખી રહ્યા છે કે, જ્યારે ટાંકી તોડવાની કામગીરી કરવામા આવી ત્યારે કોર્પોરેશનના સીનીયર અધીકારીઓ પણ અહી હાજર હતા તેમને આ પાણીની લાઈન તુટી તે ન દેખાયુ અને પાણીનો આટલો બગાડ કઈ રીતે ચલાવી લેવાય.

મહત્વની વાત એ છે કે, કમ્પલેન કરવામા આવે તેનો મેસેજ અને ટોલ નંબર પણ ફ્રી નથી કોલીંગના 2 રુપીયા અને મેસેજના 3 રુપીયા ચાર્જ લેવામા આવે છે. આ ગાર્ડન પાસે રોજ સવારે મોર્નીંગ વોક માટે નીકળતા હાઈકોર્ટના એડવોકેટ બીબી અગ્રવાલે જ્યારે સીચ્યુશેન જોઈ ત્યારે તેમણે કોર્પોરેશનના હેલ્પલાઈન નંબરનો સહારો લીધો પંરતુ હેલ્પલાઈનનો ચાર્જ ચુકવ્યા બાદ પણ હજુ તેઓ પાણીનો બગાડ ન અટકતા પોતાની વેદના ન્યુઝ 18 સમક્ષ ઠાલવી હતી.



હાઈકોર્ટના સીનીયર એડવોકેટ બી.બી.અગ્રવાલે જણાવ્યુ હતુ કે, આટલો બધો પાણીનો બગાડ કેવી રીતે ચલાવી લેવાય અને ફરીયાદના કોલ તથા મેસેજ માટે ચાર્જ વસુલવામાં આવે છે, હેલ્પલાઈન નંબર તો ફ્રી હોવો જોઈએ. તાકીદે આ પાણીનો બગાડ રોકાવો જોઈએ, અને જો હવે અધીકારીઓ પાણીનો બગાડ નહી રોકે તો આ મુદ્દાને હાઈકોર્ટ સમક્ષ લઈ જવાની તેમણે તૈયારી બતાવી છે.



એડવોકેટ બીબી અગ્રવાલે જ્યારે કોર્પોરેશન હેલ્પલાઈન નંબર 155303 પર સંપર્ક કર્યો તો તેમના પર મીનીટીનો 2 રુપીયા ચાર્જ કપાઈ ગયો અને મેસેજ કર્યો તો 3 રુપીયા ચાર્જ વસુલવામાં આવ્યો. એડવોકેટ અગ્રવાલનુ કહેવુ છે કે, તે કોર્પોરેશનનો આ હેલ્પલાઈન નંબર પણ ચાર્જેબલ હોય તો લોકો ફરીયાદ કેમ કરી શકશે, અને ખર્ચો કરીને પણ કરવામા આવેલી ફરીયાદ લેખે નથી લાગી, હાલમાં પણ છેલ્લા 11 દિવસથી લાખો લીટર પાણી અહી વેડફાઈ રહ્યુ છે. સ્થાનીકો આ પરીસ્થીતીને જોઈ સતત નિસાસા નાખતા જોવા મળી રહ્યા છે. આટલો મોટો પાણીનો બગાડ હજુ સુધી અધીકારીઓ કે સ્થાનીક નેતાઓને દેખાયો નથી અને તે પાણીનો બગાડ રોકી શકાયો નથી તે મોટી વાત છે. કેમ કે સરકાર બીજી તરફ પાણી બચાવો ના નામે મોટા અભીયાન પણ ચલાવે છે.

સ્થાનીકો પણ ફરીયાદ કરી કરીને થાક્યા પરંતુ પાણીનો બગાડને રોકવામા કોર્પોરેશનને જાણે કે કોઈ જ રસ ન હોય તે રીતે હજુ કોઈ કામ ન થતા તેઓ પણ નિસાસ નાખતા થઈ ગયા છે. લોકોનુ કહેવુ છે કે, ઉનાળામાં આપણે ટેન્કર રાજની સ્થીતીમાં આવી જઈએ છીએ ત્યારે આ રીતે 11 દિવસથી થઈ રહેલો પાણીનો બગાડ કેમ રોકવામા આવતુ નથી.
First published:February 02, 2020, 18:17 pm

टॉप स्टोरीज