અમદાવાદ: હાર્દિક પટેલ સહિત 50 પાટીદાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

kiran mehta | News18 Gujarati
Updated: December 20, 2017, 11:27 PM IST
અમદાવાદ: હાર્દિક પટેલ સહિત 50 પાટીદાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, વગર પરમિશને કાઢી હતી રેલી...

બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, વગર પરમિશને કાઢી હતી રેલી...

  • Share this:
રેલીઓનો રાજા એટલે હાર્દિક, પરંતુ હવે આ રેલીઓ રાજા માટે બનશે મુસીબત. જી હા વિધાનસભા ચૂંટણી પુરી થતાની સાથે જ હવે હાર્દિક પટેલ સામે કાયદોનો સકંજો કસાયો છે, અને જાહેરાનામાં ભંગ બદલ ફરિયાદ નોંધાવાનું થઇ ગયું શરૂ.

હાર્દિક પટેલ સામે નોંધાઇ ફરિયાદ
બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

વગર પરમિશને કાઢી હતી રેલી

મુશ્કેલીઓ હાર્દિકનો પીછો છોડવાનું નામ નથી લેતી. ચૂંટણી બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલ સામે પેહલો ગુનો બોપલ પોલીસ મથકમાં નોંધાયો છે. ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલ દ્વારા અનેક શક્તિપ્રદર્શન યોજવામાં આવ્યા હતા. ૧૧મીના રોજ હાર્દિક પટેલે મંજૂરી વગર બોપલથી નિકોલ સુધી બાઈક રેલી યોજી હતી. જેથી હાર્દિક પટેલ સહીત ૫૦ પાટીદારો સામે ફરિયાદ નોંધાઇ છે.

તો આ તરફ નવ દિવસ બાદ વિસનગરમાં પણ હાર્દિક સહિત 100 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. પુરષોતમ રૂપાલાની સભામાં થયેલા વિરોધ અને પથ્થરમારાને લઇને નવા ધારાસભ્યએ જીત બાદ કાર્યવાહી કરી છે. અહીં પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી મોડી કાર્યવાહી કરવામાં આવી છે.તો વળી હાર્દિક પટેલન વિસનગર કોર્ટમાં મુદ્દત પણ પડી છે. હાર્દિક સામાજિક કામે બહાર હોવાથી તે હાજર રહી શક્યો નહીં..જેથી 3 જાન્યુઆરી 2018ની આગામી મુદ્દત પડી.

હાર્દિક પટેલ સામે કાયદાનો ગાળિયો કાસાતા હાર્દિકની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલ તો જાહેરનામાંના ભંગની ફરિયાદ નોંધાઇ છે. પરંતું આગામી દિવસોમાં આ ફરિયાદમાં વધારો પણ થઇ શકે છે, અને આ ગુનામાં પોલીસ દ્વારા હાર્દિકની ધરપકડ પણ થઇ શકે છે.
First published: December 20, 2017, 11:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading