અમદાવાદઃ વ્યાજખોરોના કડવા બોલ અને પઠાણી ઉઘરાણીની કંટાળી યુવકે ઝેરી દવા પીધી, જયશ ભરવાડ સહિત 11 સામે ફરિયાદ

અમદાવાદઃ વ્યાજખોરોના કડવા બોલ અને પઠાણી ઉઘરાણીની કંટાળી યુવકે ઝેરી દવા પીધી, જયશ ભરવાડ સહિત 11 સામે ફરિયાદ
પીડિત યુવકની તસવીર

જયેશ ભરવાડ ધમકી આપી હતી કે તારે પૈસા તો આપવા જ પડશે અને તું મરી જાય તો તારા બેસણામાં આવું, પૈસા નહીં આપે તો તને બતાવી દઈ. હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.

  • Share this:
અમદાવાદઃ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી (Vyajkhor) અનેક લોકો એ જીવ ગુમાવવાનો વખત અને કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ વ્યાજખોરો સામે પોલીસે તવાઈ બોલાવીને કડક કાર્યવાહી કરી છે. છતાં પણ કેટલાક લોકો છે કે જે સુધરવાનું નામના લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આવો જ એક બનાવ શહેરના નરોડા વિસ્તારમાં જોવા મળ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી યુવાન એ ઝેરી (boy drunk poison) દવા ગટગટાવી દઈને આપઘાતનો પ્રયાસ કરતા નરોડા પોલીસે (Naroda police) 11 વ્યાજખોરો વિરોધમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા પાર્થ પાનસુરીયા માટીપુરાણનું કામ કરે છે. જોકે lockdown બાદ ધંધો ઠપ્પ થઈ જતા પાર્થ પાનસુરીયા સતત ચિંતામાં રહેતા હતા. બીજી જાન્યુઆરીએ મોડી સાંજના પાર્થ પાનસુરીયાએ નરોડાના એસ.આર.પી ગ્રાઉન્ડની પાછળ કેનાલ રોડ પર પાર્થે જંતુ મારવાની દવા પી લીધી હોવાની જાણ તેના પરિવારજનોને થઈ હતી. જેથી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને બાળકને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.



પાર્થની પત્નીનો આરોપ છે કે પાર્થે કેટલાક સમય અગાઉ 11 જેટલા વ્યાજખોરો પાસેથી અલગ અલગ રીતે રૂપિયા લીધા હતા જે તમામ લોકો તેને અવાર નવાર ધમકી આપતા હતા અને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા.

આ પણ વાંચોઃ-

જે અંગે પોલીસને જાણ કરતા પોલીસે હાર્દિક મુલાણી, ગોવિંદભાઈ દરબાર, જયેશ આહિર, અલ્પેશ વેકરીયા, રાધે ભાઈ, રૂચિત સોની, રાજુભાઈ સરપંચ, અરવિંદ ચૌધરી, કિશોર ધામેલીયા, રણજીત ભરવાડ, અને જયેશ ભરવાડ એમ 11 લોકો વિરોધમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે.



આ તમામ આરોપીઓ ભોગ બનનારને જાનથી મારી નાખવાની અને મારવાની ધમકીઓ આપતા હતા. જયેશ ભરવાડ ધમકી આપી હતી કે તારે પૈસા તો આપવા જ પડશે અને તું મરી જાય તો તારા બેસણામાં આવું, પૈસા નહીં આપે તો તને બતાવી દઈ. હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:January 08, 2021, 22:23 pm

ટૉપ ન્યૂઝ