Home /News /madhya-gujarat /

ગુજરાતમાં ચાલી રહ્યો છે દૂધનો 'કાળો કારોબાર!' આજે જ આ રીતોથી તપાસો તમારા ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં?

ગુજરાતમાં ચાલી રહ્યો છે દૂધનો 'કાળો કારોબાર!' આજે જ આ રીતોથી તપાસો તમારા ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં?

પ્રતીકાત્મક તસવીર : shutterstock

milk adulteration detection techniques: આપણે જ જાગૃત થઇને આપણા ઘરે રોજ સવારે આવતું દૂધ નકલી છે કે અસલી તે ચકાસવું જોઇએ.

    અમદાવાદ: દૂધને (milk) સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. જેથી પરિવારનાં નાનાથી માંડીને મોટા લોકો દૂઘ પીએ તેવો આગ્રહ રાખતા હોઇએ છીએ. પરંતુ છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં (milk adulteration in Gujarat) સફેદ દૂધનો કાળો કારોબાર થઇ રહ્યાનું સામે આવી રહ્યું છે. દૂધમાં વિવિધ રીતે ભેળસેળ કરીને લોકોનાં ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. સુરત (milk adulteration in Surat) જિલ્લાના માંડવીના કરંજ જીઆઈડીસીમાં પોલીસ દરોડામાં નકલી દૂધ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. જ્યારે આ પહેલા રાજકોટમાં (milk adulteration in Rajkot) પણ નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો હતો. આશરે 10 હજાર લિટર દરરોજનું નકલી દૂધ ઘૂસાડવાનું સામે આવ્યું હતું. ત્યારે આપણે જ જાગૃત થઇને આપણા ઘરે રોજ સવારે આવતું દૂધ નકલી છે કે અસલી તે ચકાસવું (techniques of milk adulteration detection) જોઇએ. જેથી આ કાળો કારોબાર કરતા લોકો આપણા અને પરિવારનાં સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરી શકે. તો આજે આપણે જોઇશું કે, કઇ રીતે આપણે ઘરે જ ચકાસીએ કે દૂધમાં ભેળસેળ છે કે નહીં.

    દૂધમાં સ્ટાર્ચમાં ભેળસેળ

    દૂધની ઘટ્ટતા વધારવા માટે તેમાં સ્ટાર્ચ ભેળવવામાં આવે છે. ત્યારે તમારા દૂધમાં સ્ટાર્ચ ભેળવેલો છે કે નહીં તેની ચકાસણી કરવા માટે 2 ચમચી મીઠાંને 5 મિ.લી. દૂધમાં નાખો. જો દૂધનો રંગ વાદળી થઈ જાય તો સમજી લેવું કે આ દૂધમાં બહારથી સ્ટાર્ચ ભેળવવામાં આવ્યો છે. આ ઉપરાંત દૂધમાં સ્ટાર્ચનું પ્રમાણ જાણવા 2-3 ML દૂધ લો તેમાં 2-3 ટીપા આયોડિનનું ટિંકચર નાખી મિક્સ કરો. દૂધ આછું બ્લૂ જણાય તો સ્ટાર્ચનું ભેળસેળ કરેલું છે.

    આ પણ વાંચો - જન્માષ્ટમીના દિવસે ચોટીલા દર્શન કરવા જતી સગર્ભાની ડુંગરના પગથિયા પર જ થઇ પ્રસૂતિ, દીકરીને આપ્યો જન્મ

    દૂધમાં વોશિંગ પાવડર

    કેટલીક કંપની કે ડેરીવાળા દૂધમાં વોશિંગ પાવડર ભેળવીને વેચવામાં આવે છે. ત્યારે તમારા દૂધમાં વોશિંગ પાવડર ભેળવેલો છે કે નહીં તે જાણવા માટે દૂધને એક કાચની બોટલમાં ભરો અને બરાબર હલાવો. જો આમ કરવાથી બહુ ફીણ થાય અને આ ફીણ લાંબા સમય સુધી રહે તો તેનો અર્થ એ કે, દૂધમાં વોશિંગ પાવડર મિક્સ કરેલો છે.

    દૂધને ટકાવી રાખવા જંતુનાસકનો ઉપયોગ

    બજારમાં પેકેટમાં મળતા દૂધને લાંબો સમય ટકાવી રાખવા માટે તેમાં ફોર્મલિન નામના જંતુનાસકનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણાં આરોગ્ય માટે હાનિકારક છે. તેથી દૂધમાં ફોર્મલિન છે કે નહીં તે ચકાસવા માટે એક કસનળીમાં 10 મિ.લી. દૂધ લઈ તેમાં 2-3 ટીપાં સલ્ફ્યુરિક એસિડ નાખો. જો તેમાં ઉપર વાદળી રંગનું સ્તર જામી જાય તો સમજવું કે દૂધમાં ફોર્મલિન મિક્સ કર્યું છે.

    આ પણ વાંચો - ખેડૂતો માટે રાહતનાં સમાચાર: રાજ્યમાં આગામી ચાર દિવસ છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

    દૂધમાં પાણી છે કે નહીં તે આ રીતે ચકાસો

    દૂધનું પ્રમાણ વધારવા તેમાં પાણી મિક્સ કરીને દૂધનો જથ્થો વધારવા માટે તેમાં ડાલડા અથવા વનસ્પતિ ઘી મિક્સ કરવામાં આવે છે. તમારા દૂધમાં આવું કંઈ ભેળસેળ નથી કરવામાં આવ્યું ને, તેની તપાસ કરવા માટે એક બાઉલમાં 2 ચમચી હાઇડ્રોલિક એસિડ, 1 ચમચી ખાંડ અને 1 ચમચી દૂધ નાંખીને સારી રીતે મિક્સ કરો. જો આ મિશ્રણનો રંગ લાલ થઈ જાય તો સમજવું કે તમે જે દૂધ પી રહ્યા છો તે અશુદ્ધ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujart, રાજકોટ, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन