Home /News /madhya-gujarat /

Horse Riding: શું તમને પણ છે ઘોડેસવારી કરવાનો શોખ, GTUમાં શરૂ થયું તાલીમ ફોર્મનું વિતરણ

Horse Riding: શું તમને પણ છે ઘોડેસવારી કરવાનો શોખ, GTUમાં શરૂ થયું તાલીમ ફોર્મનું વિતરણ

આ ફેડરેશન 15 ઘોડાઓ અને ટ્રેનર્સને જોડશે

થોડા સમય પહેલા જ 17 જેટલા સ્કિલ બેઝ્ડ કોર્સ (Skill Based Course) જીટીયુ અને એજ્યૂકેશન સ્કિલ અંતર્ગત એમઓયુ પણ કરવામાં આવ્યા છે. જેમાં જીટીયુ (GTU) મશીન લર્નિંગ, એઆઈ, ક્લાઉડ, નેટવર્ક અને સાઇબર સિક્યોરિટીના ટૂંકા સમયગાળાના કોર્સ પણ શરૂ થશે.

વધુ જુઓ ...
    અમદાવાદ:  હવેથી આપણે પણ શહેરની મધ્યમાં ઘોડેસવારી (Horse Riding) શીખી શકીશું અને યુનિવર્સિટી દ્વારા ઘોડેસવારીનો ડિપ્લોમા (Diploma) તાલીમ મેળવી શકીશું. જેના માટે જીટીયુ (GTU) દ્વારા ફોર્મના વિતરણ શરૂ કરવામાં આવેલા છે. ઘોડેસવારીના કોર્સની શરૂઆત અમદાવાદના આંગણે શરૂ થવા જઈ રહી છે ત્યારે તેના માટે ફોર્મ પણ બહાર પાડવામાં આવી રહ્યા છે. આ ફોર્મ મેળવવા માટે તમે જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફોર્મ મેળવી શકો છો. અન્યથા તમે જીટીયુ (GTU) ભવન ખાતેથી પણ ફોર્મ મેળવી શકો છો. તથા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ફોર્મ મેળવી શકાય તેવી વ્યવસ્થા કરેલ છે.

    થોડા સમય પહેલા જ 17 જેટલા સ્કિલ બેઝ્ડ કોર્સ (Skill Based Course) જીટીયુ અને એજ્યૂકેશન સ્કિલ અંતર્ગત એમઓયુ પણ કરવામાં આવ્યા છે. જેમાં જીટીયુ (GTU) મશીન લર્નિંગ, એઆઈ, ક્લાઉડ, નેટવર્ક અને સાઇબર સિક્યોરિટીના ટૂંકા સમયગાળાના કોર્સ પણ શરૂ થશે. આ કોર્સની સાથે ડ્રોન કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ ખાતે તાલીમ માટે જમીન ફાળવવાનો આદેશ પણ જારી કર્યો છે. આ કોર્સ ધ સ્ટડબુક એન્ડ હોર્સ બ્રીડર્સ ફેડરેશન (TSHBF) દ્વારા હાથ ધરવામાં આવશે, જે ઘોડેસવારોનું શહેર સ્થિત સંગઠન છે.

    શરૂઆતમાં, મૂળભૂત ઘોડેસવારીનો ડિપ્લોમા કોર્સ ઓફર કરવામાં આવશે અને પછી એડવાન્સ કોર્સ (Advance Cource) ઓફર કરવામાં આવશે. જેમાં અનુભવી રાઇડર્સ માટે ટેન્ટ પેકિંગ અને જમ્પિંગ શો નો સમાવેશ થશે. નર્સિંગ અને હોર્સ બ્રીડિંગ જેવા ટેકનિકલ અભ્યાસક્રમોને પણ પછીથી આવરી લેવામાં આવશે. આ ફેડરેશન 15 ઘોડાઓ અને ટ્રેનર્સને જોડશે. જેઓ સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કરે છે તેઓને યુનિવર્સિટી તરફથી પ્રમાણપત્ર મળશે. જે સંભવતઃ આવો કોર્સ ઓફર કરનારી દેશની પ્રથમ યુનિવર્સિટી બની.

    આ પણ વાંચો: સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસ અંગે સુરત કોર્ટમાં નવ પંચનામા, 18 સાક્ષીઓની જુબાની લેવાઈ

    હાલમાં, ઉત્સાહીઓએ શાહીબાગમાં ઘોડા કેમ્પમાં નોંધણી કરાવવાની હોય છે. જ્યાં શહેર પોલીસ વિભાગની માઉન્ટેડ (Mounted) પોલીસ ઘોડેસવારીનો મૂળભૂત અને અદ્યતન અભ્યાસક્રમ ચલાવે છે. ખાનગી અશ્વારોહણ ક્લબો મૂળભૂત અભ્યાસક્રમ માટે પણ ભારે ફી વસૂલે છે. જ્યારે ઘોડા કેમ્પ શહેરના પશ્ચિમ ભાગોમાં રહેતા લોકો માટે ખૂબ દૂર સાબિત થાય છે.

    આ પણ વાંચો: Gujarat Budget: બોટાદ, જામખંભાળીયા અને વેરાવળમાં બનશે નવી મેડિકલ કૉલેજ

    જેમાં એક મહિનાનાં કોર્સની ફી 7 હજાર રૂપિયા અને 3 મહિનાના કોર્સની ફી 20 હજાર રૂપિયા રહેશે. એક મહિનાના કોર્સમાં વિદ્યાર્થીને 30 ક્લાક ઓનલાઇન અને 30 ક્લાક પ્રેકટીકલ ટ્રેનિગ આપવામા આવશે. જ્યારે 3 મહીનાનાં કોર્સમાં આ રેશિયો 50 -50 ટકા રહેશે. ઘોડે સવારીની સાથે ઘોડાની માવજત કેવી રીતે કરી શકાય, ઘોડાની કેટલી ખાસિયત હોય છે ભારતમાં ઘોડાની કેટલી જાત છે તે તમામ માહિતી પણ અભ્યાસમાં પુરી પાડવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedaabad News, Horse riding Course, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन