Home /News /madhya-gujarat /

રાજ્યમાં આજ સાંજથી ફરી ફૂંકાશે ઠંડા પવન, જાણી લો કેટલા દિવસ રહેશે ઠંડીનું જોર

રાજ્યમાં આજ સાંજથી ફરી ફૂંકાશે ઠંડા પવન, જાણી લો કેટલા દિવસ રહેશે ઠંડીનું જોર

પ્રતિકાત્મક તસવીર

ગુરુવાર સાંજથી અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 4 અને લઘુતમ તાપમાન 2 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.

  ગુજરાતીઓને આ વખતે પ્રમાણમાં ઠંડીનો વધારે સામનો કરવો પડ્યો છે. બે દિવસથી ઠંડીનું જોર ઓછું થતાં થોડી રાહત અનુભવાઇ હતી. હવે ઉત્તર પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ઉત્તર રાજસ્થાન વિસ્તારમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે ઠંડા પવનો- કોલ્ડવેવ આ તરફ ગતિ કરશે. એટલે આજથી એટલે ગુરુવાર સાંજથી અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 4 અને લઘુતમ તાપમાન 2 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 8થી 10 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રી આસપાસ પહોંચવાની પણ શક્યતાઓ દેખાઇ રહી છે. આ ઉપરાંત રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે.

  હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે 20થી 25 કિલોમીટરની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. તોફાની પવનોની સાથે ઉપર જતા ઠંડા પવનો જમીન તરફ આવશે. જેથી ગુરુવારે મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે.

  આ પણ વાંચો: શરદી, ઉધરસ અને વાઇરલ ઇન્ફેક્શનથી બચવા, ઘઉંની સૂંઠ-ગંઠોડાની રાબ

  મહત્વનું છે કે બુધવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાન ગગડયું હતું. જેના કારણે અનેક જગ્યાએ ઠંડીનો પારો નીચે ગગળ્યો હતો.

  આ ઉપરાંત ઉત્તર પાકિસ્તાનમાં સમુદ્ર લેવલથી 7.6 કિલોમીટર અને ઉત્તર રાજસ્થાનમાં સર્જાયેલાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનનાં સ્ટ્રોંગ સંયોજનથી આજથી એટલે ગુરુવારથી રાજ્યમાં 8થી 10 ફેબ્રુઆરી દરમિયાન કાતિલ ઠંડીની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Cold Wave, Winter, ગુજરાત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन