આગામી 48 કલાકમાં કડકડતી ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહો


Updated: January 22, 2020, 10:37 AM IST
આગામી 48 કલાકમાં કડકડતી ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહો
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં આગામી ગુરુવારથી કડકડતી ઠંડીના વધુ એક રાઉન્ડની શક્યતા, હાલ અમદાવાદીઓને આંશિક રાહત.

  • Share this:
અમદાવાદ : ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારમે દેશમાં વધી રહેલી ઠંડીની અસર વચ્ચે રાજ્યમાં પણ ઠંડી વધી રહી છે. બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ શહેરનાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રી જેટલો વધારો થયો છે. વહેલી પરોઢે પવનની ગતિ સામાન્ય કરતાં વિશેષ રહેતાં ઠંડા અને સૂકા પવન ફૂંકાયા હતા. જેનાં કારણે ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે.

મંગળવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 11.9 ડિગ્રીએ પહોંચી જતાં દિવસ દરમિયાન શહેરીજનોને ઠંડીમાં રાહત મળી હતી. આજે વહેલી સવારે પણ શહેરનાં લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળતાં શહેરીજનોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે.

હવામાન વિભાગના મતે આગામી 48 કલાક દરમિયાન સરેરાશ લઘુત્તમ તાપસ 3 ડિગ્રી સુધી ઘટતાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઠંડીનું પ્રભુત્વ તબક્કાવાર ઘટવા લાગશે. હવામાન વિભાગનાં મતે આગામી 24 કલાક દરિયાન ઠંડીમા વધારો થવાની સંભાવના નથી પરંતુ આગામી 48 કલાકમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. જેને કારણે ઠંડીનો હજુ એક રાઉન્ડ શરૂ થશે. ગુરુવાર અને શુક્રવારે 13 ડિગ્રી, જ્યારે શનિવારે 1 ડિગ્રી વધીને 14 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 27થી 29 ડિગ્રી વચ્ચે રહેશે.

ક્યાં કેટલું તાપમાન?

અમદાવાદ-----11.7 ડિગ્રી સેલ્સિયસ । વડોદરા-------15.2 ડિગ્રી સેલ્સિયસ ।સુરત----------16.0 ડિગ્રી સેલ્સિયસ । રાજકોટ------11.1 ડિગ્રી સેલ્સિયસ ।
નલિયા-------8.8 ડિગ્રી સેલ્સિયસ । અમરેલી-----9.5 ડિગ્રી સેલ્સિયસ । કેશોદ-------9.6ડ ડિગ્રી સેલ્સિયસ
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading